Home Religion આજે ચૈત્રી નોરતાની આઠમ, કરો શક્તિપીઠ અંબાજીથી મંગળા આરતીના દર્શન

આજે ચૈત્રી નોરતાની આઠમ, કરો શક્તિપીઠ અંબાજીથી મંગળા આરતીના દર્શન

ફેસ ઓફ નેશન, અંબાજી (રાકેશ શર્મા) 01-04-2020 : હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આજે આ નવરાત્રીનો આઠમો દિવસ છે. ચૈત્રી નોરતાની આઠમની સવારે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને યાત્રાધામ એવા અંબાજી ખાતે માં અંબાની મંગળા આરતી યોજાઈ હતી. અહીં આપની સમક્ષ અમે માં અંબાની આરતી અને માં અંબાના દર્શન કરવા સારું ફોટો રજૂ કરેલ છે. જે આજે ચૈત્રી નોરતાની આઠમના પાવન દિવસે વહેલી સવારે આરતી સમયે લેવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચૈત્રી નવરાત્રીએ હૈયે હૈયું દળાય તેટલી ભીડથી ભરાયેલું રહેતું અંબાજી મંદિર લોકડાઉનને લઈને ખાલી ભાસી રહ્યું છે. હાલ અંબાજીમાં પણ લોકડાઉનના પગલે માં અંબાની આરતીની ઝાલર છેક દૂર દૂર સુધી સંભળાય છે.
નવરાત્રી એટલે નવ રાત્રીનું પર્વ. વર્ષમાં ચાર વખત આવે છે માં શક્તિનું આ મહાપર્વ. હિંદુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રી શક્તિ સંપ્રદાયની વિવિધ પ્રચલિત રીતો પ્રમાણે ઉજવવામાં આવે છે. આધ્યાત્મિક દ્વષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું મહત્વ સવિશેષ છે. ચૈત્ર સુદ પૂનમથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમા માં અંબાના પવિત્ર સ્થાન અંબાજીના ચાંચર ચોકની યજ્ઞશાળા ખાતે શત્ ચંડી યજ્ઞ તથા અન્ય પૂજાઅર્ચના આયોજિત કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં દેવી દર્શન, ઓમ હવન અને માનસિ પૂજાઅર્ચનાનું ખુબ મહત્વ છે. ઘણાં લોકો આઠ દિવસ અને નવ રાત્રી સુધી એક પાત્રમાં જવારા વાવીને કે અખંડ દીપ પ્રજ્વલિત કરીને માં શક્તિની આરાધના કરતા હોય છે. અંબાજી ખાતે તો નવરાત્રીના આઠમાં દિવસે ભૂતપૂર્વ દાંતા રજવાડાના શાસકો નવચંડી યજ્ઞ કરે છે તથા ઉપસ્થિત ભાવિક ભક્તોને પ્રસાદ આપતા હોય છે.

https://youtu.be/tAtqRybzF10

કોરોના : વિશ્વના દેશો નિષ્ફ્ળ, ચૈત્રી નવરાત્રીના ઉપવાસ થકી મોદીની દેશની સુરક્ષા માટે પ્રાર્થના

વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ