Home Uncategorized બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા...

બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”

ફેસ ઓફ નેશન, 01-04-2020 : કોરોના વાઇરસને કાબુમાં લેવા માટે સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે અને તંત્રના અધિકારીઓ, ડોકટરો, પોલીસ સહિતના તમામ સ્ટાફ ખડેપગે રહીને આ મહામારી સામે લડી રહ્યો છે ત્યારે દિલ્હીમાં યોજાયેલી હજરત નિઝામુદ્દીન મરકજના આયોજને અત્યારસુધીની તમામ મહેનતો અને કાળજી ઉપર પાણી ઢોળી દીધું છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ગૃહ મંત્રાલયે મંગળવારે કહ્યું-21 માર્ચ સુધી હજરત નિઝામુદ્દીન મરકજમાં આશરે 1,746 લોકો રોકાયા હતા. આ પૈકી 216 વિદેશી અને 1530 ભારતીય હતા. મરકજના કાર્યક્રમ ઉપરાંત દેશના વિવિધ ભાગોમાં 824 વિદેશી 21 માર્ચ સુધી તબ્લીગીની પ્રવૃત્તિઓમાં સામેલ હતા. નિઝામુદ્દીન મરકઝમા ગુજરાતમાંથી 1000થી વધુ નાગરિકો સામેલ હોવાના અહેવાલો છે. જફર સરેશવાલાએ એક ન્યુઝ ચેનલને આપેલા નિવેદનમા કહ્યુ છે “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”
દેશમાં લોકડાઉનની જાહેરાત બાદ આ પ્રકારે લોકો ભેગા થવા તે અપરાધ છે. પણ મરકજ આયોજન કરનારા મસ્જિદ પ્રશાસનનું કહેવું છે કે તેમણે કોઈ જ પ્રકારનું ઉલ્લંઘન કર્યું નથી. આ આયોજન વર્ષમાં એક વખત થાય છે. પ્રધાનમંત્રીએ જ્યારે કર્ફ્યુની જાહેરાત કરી ત્યારે મરકજને બંધ કરવામાં આવ્યું હતું, પણ ટ્રેનો ન ચાલવાને લીધે મરકજમાં આવેલા લોકો અહીં ફસાઈ ગયા. જનતા કર્ફ્યુના એક દિવસ અગાઉ રેલવેએ દેશભરની અનેક ટ્રેનો રદ્દ કરી દીધી હતી. 22 તારીખની સવારે 6 વાગ્યાથી 31 માર્ચ રાજ્યમાં લોકડાઉન કરી કરી દીધી અને 25 માર્ચથી સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો. આ સંજોગોમાં મરકજમાં આવેલા લોકો ક્યાય જઈ શક્યા નહીં.