Exclusive : ફેસ ઓફ નેશન, 01-04-2020 : દિલ્હીમાં આવેલું તબ્લીગ જમાતનું હેડક્વાટર હાલ વિવાદમાં સપડાયું છે. મરકજને તબ્લીગ જમાતનું હેડક્વાટર કહેવામાં આવે છે. આ મરકજમાં યોજાયેલી ઈજતેમામાં ભાગ લેનાર લોકોમાં કોરોના વાઇરસના લક્ષણો દેખાય હતા અને અનેક પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે આ ઈજતેમામાં આવેલા લોકોને લઈને કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકારોની ઊંઘ ઉડી ગઈ છે અને સર્વે ચાલુ કરીને ભાગ લેનાર તમામ લોકોને કોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. મરકજ એ દિલ્હી ખાતે આવેલું તબ્લીગ જમાતોનું હેડ ક્વાર્ટર છે. અહીં દર વર્ષે ઈજતેમા યોજાય છે અને તેમાં ભાગ લેવા દેશ વિદેશમાંથી અનેક લોકો આવે છે. આ આયોજનમાં 11 થી 12 વ્યક્તિઓની ટિમ સામેલ હોય છે જેને સુરા કહેવામાં આવે છે. આ તમામ કાર્યોને ફંડ સાઉદી વિસ્તારોમાંથી પુરૂ પાડવામાં આવે છે. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો કરનાર અને આતંકવાદી એવો લાદેન આ જૂથની વિચારધારાનું અનુકરણ કરતો હતો. આ જૂથમાં રહેલા લોકો કોઈ દરગાહ કે પીરને માનતા નથી. આ લોકોનું મુખ્યકાર્ય ગામેગામ જમાતો લઈ જઈને મુસ્લીમ લોકોને કટ્ટરવાદી બનાવવાનું કાર્ય છે.
મરકજ ખાતે યોજાયેલી ઈજતેમાની વાત કરીએ તો, તેનું આયોજન 13 થી 15 માર્ચ સુધી થયું હતું. આ કાર્યક્રમમાં વિદેશથી અનેક લોકો ભાગ લેવા આવ્યા હતા તેમ છતાં આ બાબતની જાણ સ્થાનિક પોલીસ કે સરકારને કરવામાં આવી નહોતી. આ ઈજતેમામાં કુલ 4 થી 5 હજાર લોકો આવ્યા હોવાનો અંદાજ છે જેમાં 2500 જેટલા માણસો 15 માર્ચ બાદ રવાના થઇ ગયા હતા જયારે 1500 જેટલા લોકો ત્યાં રોકાઈ ગયા હતા તેમાંય વિદેશથી આવનારા લોકો પણ રવાના થઇ ગયા હતા. સરકાર દ્વારા કોરોનાની મહામારીને પગલે 22 માર્ચે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી તે પહેલા તમામ બસ-રેલવે અને વિમાની સેવાઓ ચાલુ હતી તેમ છતાં 1500 જેટલા લોકો કેમ લોકડાઉનની જાહેરાત થઇ ત્યાં સુધી રોકાઈ રહ્યા હતા તે એક સવાલ છે. આ જમાત કટ્ટરતાવાદી કાર્યો કરતા હોવાના અનેક આક્ષેપો લાગ્યા છે. આવા કટ્ટરવાદી સંગઠનો પાકિસ્તાન સહીત અનેક દેશોમાં છે જેની વિચારધારાઓનું આતંકવાદીઓ અનુકરણ કરે છે.
બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ
Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી