Home News Help : ગોવામાં ફસાયેલા ગુજરાતીઓની સરકારને અપીલ, વતનમાં આવવા મદદ કરો

Help : ગોવામાં ફસાયેલા ગુજરાતીઓની સરકારને અપીલ, વતનમાં આવવા મદદ કરો

ફેસ ઓફ નેશન, 01-04-2020 : જૂનાગઢ અને વાપીમાંથી કેટલાક લોકો ગોવા ફરવા ગયા હતા. જો કે ત્યારબાદ સરકારે લોકડાઉન જાહેર કરી દેતા આ તમામ લોકો ગોવામાં ફસાઈ ગયા છે. ગોવા કલેકટરે આ તમામ લોકોને બોર્ડર સુધી મૂકી જવાની વ્યવસ્થા તેમજ મંજૂરી આપી હતી પરંતુ મહારાષ્ટ્ર સરકાર આ બાબતે મંજુરી ન આપતા કે આ મામલે મહારાષ્ટ્ર સરકાર સાથે કોઈ વાતચીત ન થતા હાલ આ તમામ લોકો ગોવામાં ફસાઈ ગયા છે. આજે તેઓએ એક વિડીયો મારફતે ગુજરાત સરકારને મદદ કરવા અપીલ કરી છે. જેમાં તેમને જણાવ્યું છે કે, સરકાર અમને વતન પહોંચાડવામાં મદદ કરે, અમારી પાસે પૈસા ખૂટી ગયા છે તેમજ છેલ્લા ઘણા દિવસોથી અમે હોટેલના ભાડા ભરીને રહીએ છીએ. સરકાર કે સરકારના કોઈ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે આ માટે કોઈ યોગ્ય રસ્તો કાઢે તે અત્યંત જરૂરી બન્યું છે.

https://youtu.be/ycCy4dROL5w

Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી

વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ