Home News કોરોનાને લઈને ઘણા ગીતો સાંભળ્યા હશે પણ આવો છંદ નહીં સાંભળ્યો હોય,...

કોરોનાને લઈને ઘણા ગીતો સાંભળ્યા હશે પણ આવો છંદ નહીં સાંભળ્યો હોય, જુઓ Video

ફેસ ઓફ નેશન, 02-04-2020 : મૂળ ધોરાજીના અને હાલ રાજકોટ રહેતા રમેશભાઈ હીરપરાએ લોકડાઉનનો સદઉપયોગ પોતાની આગવી રચના કરીને કર્યો છે. રમેશભાઈ હિરપરા 30 વર્ષથી ગાયક છે, તેમના પત્ની સરસ્વતી હિરપરા પણ ગાયક છે. બંને પતિ-પત્ની સંગીત સાથે જોડાયેલા છે ત્યારે એક કલાકારની જવાબદારી સમજીને તેઓએ કોરોનાના દુહા-છંદની અદભુત રચના કરી છે. આ દુહા-છંદ થકી રમેશભાઈએ સમાજને અને દેશને કોરોનાને લઈને એક જાગૃતતાનો મેસેજ આપ્યો છે. લોકડાઉનમાં ઘરે જ બનાવેલા સ્ટુડીઓમાં તેઓએ આ રચનાને સંગીત સાથે સુર આપ્યો છે. આ અંગે વાત કરતા રમેશભાઈએ જણાવ્યું હતું કે, જુના સમયમાં એવું સાંભળ્યું હતું કે મરકી નામનો રોગ આવ્યો હતો જેણે અનેક લોકોના જીવ લીધા હતા, તે સમયે વિજ્ઞાન એટલું આગળ નહોતું તેમ છતાં અનેક લોકો ટપોટપ મરી રહ્યા હતા જયારે આજે વિજ્ઞાન અનેકગણું આગળ નીકળી ગયું છે તેમ છતાં કોરોના વાઇરસ કાબુમાં લાવી શકાતો નથી જેથી લોકજાગૃતિના ભાગરૂપે એક કલાકારના નાતે મેં આ ગીતની રચના કરીને સંગીત આપ્યું છે, આશા છે કે લોકો આ દુહા-છંદ થકી વધુ જાગૃત થશે અને આ કોરોનાની મહામારીમાંથી સમાજ અને દેશ જલ્દીથી બહાર આવશે.

https://youtu.be/tI40yj1c1Wk

બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”

મરકજનો કોરોના : દેશમાં હાનિકારક પ્રવૃત્તિ કરનારા દેશદ્રોહીઓ છે, તમામને જેલમાં ધકેલી દેવા જોઈએ, જુઓ Video