ફેસ ઓફ નેશન, 02-04-2020 : લોકડાઉનના પગલે રોજનું લાવીને રોજ ખાનારાના જીવન નિર્વાહને લઈને પ્રશ્ન ઉભો થયો હતો. જો કે જ્યાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા કિસ્સાઓ બનતા હોય તે દેશમાં કોરોનાથી પણ ખતરનાક કોઈ રોગ આવી જાય તો પણ કોઈ ભૂખ્યું સુવે નહીં. ખરા અર્થમાં આજે દેશ સંકટમાં છે ત્યારે માણસ માણસની પડખે મજબૂત બનીને ઉભો છે. જરૂરિયાતમંદ લોકોને સેવાર્થે ઘર બહાર નીકળી તેની યથાશક્તિ પ્રમાણે મદદ કરી રહ્યો છે. મંદિરો અને સમાજમાં દેખાડો કરવા અને નામના મેળવવા દાન લખાવનાર ઘણા મળે છે પરંતુ નામ કે સન્માનને બાજુમાં મૂકીને ફક્ત માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડીને લોકો આજે ખરા અર્થમાં સેવા શબ્દને સાર્થક કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ વિશ્વને દેખાડી રહ્યા છે. સમગ્ર વિશ્વ જયારે આ મહામારીમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે વિદેશીઓ ઘરમાં પુરાઈ ગયા છે અને થરથર ધ્રુજી રહ્યા છે, ત્યાં પણ અનેક ઘર વિહોણા ગરીબ લોકો છે જેઓની સેવાર્થે કોઈ આગળ આવતું નથી. જો કોઈ સેવા માટે આગળ આવતું હશે તો તે ભારતીય જ હશે.
આજે વાત છે અમરેલી જિલ્લાના મોટીકુકાવાવ ગામની. મોટી કુકાવાવ ગામે ભુરખિયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. જ્યાં દરરોજે રસોડું ચલાવવામાં આવી રહ્યું છે જેનો લાભ 1100 જેટલા લોકો લઈ રહ્યા છે. અહીં સ્થાનિકોએ પોતાના મતવિસ્તારના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા શરૂ કરવામાં આવેલા ભોજન સેવા કેમ્પમાં પોતાની સેવા આપીને આસપાસના ગામડાઓમાં વસતા ગરીબ પરિવારોને ભોજન પુરૂ પાડી રહ્યા છે. પરેશ ધાનાણી સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યા છે અને કહેવાય છે કે તેઓ પ્રજાના સાચા પ્રતિનિધિ છે કારણ કે, તેઓએ અવારનવાર એવા કાર્યો કર્યા છે કે જે ખરેખર પ્રજા માટે જરૂરી અને તેમના હિતમાં હોય. આજે વધુ એકવાર તેઓએ ભોજન સેવા કેમ્પ ચાલુ કરીને આસપાસના વિસ્તારોમાં લોકોને ભોજન પૂરું પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જો કે તેમના આ પ્રયાસમાં સૌથી મોટો કોઈનો ફાળો હોય તો તે મોટીકુકાવાવના નાગરિકો તથા અન્ય વિસ્તારમાંથી આવતા સેવાર્થીઓનો. જુઓ Video,.(માહિતી મોકલનાર : જીતુ સોજીત્રા)
https://youtu.be/fnqJI9uBT4I
બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”