Home Uncategorized તબ્લીગી જમાત : 960 વિદેશીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી, તમામના વિઝા રદ્દ કરાયા

તબ્લીગી જમાત : 960 વિદેશીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી, તમામના વિઝા રદ્દ કરાયા

ફેસ ઓફ નેશન, 02-04-2020 : દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાતના લોકોને એકઠા કરવાના મામલે કેન્દ્ર સરકાર હવે કડક પગલા લઈ રહી છે. તબલીગી જમાત નિઝામુદ્દીન કેસમાં બ્લેકલિસ્ટ અને જમાત સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ થવાને કારણે 960 વિદેશીઓના પર્યટન વિઝા રદ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય વતી, દિલ્હી પોલીસ અને અન્ય સંબંધિત રાજ્યોના ડીજીપીને તબ્લીગી જમાત નિઝામુદ્દીન કેસમાં ફોરેનર્સ એક્ટ 1946 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ 960 વિદેશીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હી પોલીસ અને અન્ય રાજ્યોના પોલીસ મહાનિર્દેશકને કાયદાકીય ઉલ્લંઘન કરનારા 960 વિદેશી નાગરિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી, ત્યારબાદ આ તમામ પર્યટક વિઝા રદ કરવામાં આવ્યા હતા.

Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી

બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”