ફેસ ઓફ નેશન, 03-04-2020 : અમદાવાદ શહેરમાં રહેતા અને એકાકી જીવન ગાળતા સિનિયર સિટિઝનોને તમામ પ્રકારની મદદ હાલ શહેર પોલીસ કરી રહી છે. સરકાર અને રાજ્ય પોલીસ વડાના આદેશથી સોલા સહીત તમામ વિસ્તારોના પોલીસ સ્ટેશને સિનિયર સિટિઝનોનું લિસ્ટ બનાવ્યું છે અને નિયમિત તેમની મુલાકાત લઈને તેમને દવા સહીત જીવન-જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.
અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પથારીવશ વૃદ્ધ મહિલાને દવા અને જરૂરી વસ્તુઓ પોલીસ પૂરી પાડી રહી છે. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એક ટિમ બનાવવામાં આવી છે. આ ટીમમાં મહિલા પોલીસનો પણ સમાવેશ થાય છે. આ ટિમ નિયમિત વિસ્તારના તમામ એકાકી જીવન ગાળતા વૃદ્ધોને મળે છે અને તેમને પડતી મુશ્કેલીઓ અંગે જાણીને જરૂરી ચીજવસ્તુઓ પુરી પાડે છે. હાલ પોલીસની છાપ વિસ્તારોમાં સેવાર્થી તરીકે પણ ઉપસી આવી છે. જે લોકોએ પોલીસને માત્ર કડકાઈ દાખવતી જોઈ છે તે પોલીસ આટલી માયાળુ અને સેવાર્થી હોવાનું પણ લોકોએ જોયું છે.
કોરોના ઉપર પ્રતિબંધ : જાણો કયો દેશ છે જ્યાં કોરોના વાઇરસ બોલનારને થાય છે જેલ
લોકડાઉનના ઉલ્લંઘનને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો