Home News મોદીની અપીલ, લોકોની અતિશયોક્તિ : ગ્રહોની વાર્તા રજૂ કરતા મેસેજીસ વાયરલ કર્યા

મોદીની અપીલ, લોકોની અતિશયોક્તિ : ગ્રહોની વાર્તા રજૂ કરતા મેસેજીસ વાયરલ કર્યા

ફેસ ઓફ નેશન, 03-04-2020 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને એક મેસેજ થકી અપીલ કરી હતી. આ અપીલમાં તેઓએ જણાવ્યું હતું કે, આગામી 5 માર્ચે, રવિવારે રાત્રે 9 કલાકે દિવા, મીણબત્તી પ્રગટાવીને પ્રકાશ પાથરીએ, આ પ્રકાશ થકી કોરોના વાઇરસને ફેલાતો અટકાવવાનું કાર્ય કરીએ. જો કે વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો અગ્નિ વાતાવરણમાં રહેલા વાઇરસ અને જીવાતોનો નાશ કરે છે, જેના થકી રોગચાળો ફેલાવવાનો ભય રહેલો હોય છે. બીજી બાજુ લોકોએ એવા મેસેજ ફરતા કર્યા છે જેનો તર્ક એવો છે કે, “બ્લડપ્રેશર વધવાની ખગોળીય ઘટના બનવાની છે” જેથી મોદીએ આ નિર્ણય લઈને લોકોને બચાવવાના વિચારો કર્યા છે સાથે જ મેસેજના અંતે જણાવ્યું છે કે, “પૃથ્વી મંગળ અને શુક્રની ભ્રમણકક્ષા બદલાવાના કારણે અને ચુંબકીય શક્તિઓનો પ્રભાવ પણ ઘટાડી શકાશે” જો કે આ વાતો પાયાવિહોણી છે. લોકોએ અતિશયોક્તિમાં આવા મેસેજ ફરતા કરી દીધા છે. જો કે આજે દેશ મહામારી સામે લડી રહ્યો છે અને વૈજ્ઞાનિક કારણ અને સંશોધન છે કે, અગ્નિ કોઈ પણ પ્રકારના વાઇરસનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે, બીજી બાજુ ગાયના ઘી ઉપર પણ વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધને વાતાવરણ શુદ્ધ થતું હોવાનું બહાર આવ્યું છે. ઘીના દીવાથી વાતાવરણમાં રહેલા વાઇરસનો નાશ થાય છે અને આ દીવાઓ વર્ષોથી લોકોના ઘરોમાં દેવીદેવતાઓની પૂજા માટે સવાર સાંજ કરવામાં આવે છે ત્યારે આવી ખગોળીય ઘટનાને ટાંકીને અતીશયોક્તિ ભર્યા મેસેજો વાયરલ કરવા પણ યોગ્ય નથી. જો મોદીએ આ જાહેરાત ન કરી હોત તો શું કોઈ ખગોળીય ઘટના ન ઘટી હોત ? ખગોળીય ઘટનાએ ખુમારી કરી નાખી હોત ? એટલે આવા અનેક સવાલો છે કે, જેના જવાબો નથી. આ વાઇરસ ચેપી છે અને તે એકબીજાને અડકવાથી ફેલાય છે તેનાથી કોઈ ખગોળીય ઘટનાને લેવાદેવા ન હોઈ શકે.

વડાપ્રધાનના સંદેશ બાદ ફરતો થયેલો મેસેજ
“મોદીજીના વિચારોને સલામ કરવી પડે હો. રાતે નવ વાગ્યે લાઈટ બંધ અને દિવો શા માટે? જ્યાંથી સામાન્ય માણસ વિચારવાનું બંધ તેનાથી આગળ હંમેશા મોદીજી વિચારે છે એટલે જ મને ગમે છે. મોદી સાહેબના વિચારોને તો તાલી ઠોકવી પડે કેમ કે રવિવારે રાતે હજારો વર્ષો પછી એકવાર જોવા મળતી ખગોળીય ઘટના બનવાની છે. રવિવારે રાતે નવ વાગ્યે આપણી મંગળગ્રહ અને શુક્ર ગ્રહની પરિભ્રમણ કક્ષા બદલવાનાની છે, અને ગ્રહોની ભ્રમણ કક્ષા બદલાવાના કારણે પૃથ્વી મંગળ અને શુક્રની વચ્ચેથી પસાર થવાની છે. ભ્રમણ કક્ષા એટલે દરેક ગ્રહ પોતાના ચોક્કસ રસ્તા ઉપર ચાલતો હોય પણ ગ્રહોનો રસ્તો આપમેળે બદલાય તેને ભ્રમણ કક્ષા બદલાય કહેવાય. હજારો વર્ષો પછી ક્યારેક જ એવી ઘટના બને કે ગ્રહો પોતાની ભ્રમણ કક્ષાએ બદલશે અને આપણી પૃથ્વી કોઈ બીજા ગ્રહોની ભ્રમણ કક્ષાની વચ્ચેથી પસાર થવાની છે. જ્યારે રવિવારે રાતે નવ વાગ્યે પૃથ્વી મંગળગ્રહ અને શુક્રગ્રહ વચ્ચેથી પસાર થાય ત્યારે મંગળ ગ્રહની ચુંબકીય શક્તિઓ એકદમ વધવા લાગશે અને વાતાવરણમાં ચુંબકીય શક્તિઓનો પ્રભાવ વધશે. તેમજ જ્યાં વીજળીનો પ્રવાહ ચાલુ હોય ત્યાં ચુંબકીય શક્તિઓ વધારે અનુભવાશે તેમજ લોહીનું દબાણ જેને આપણે બ્લડપ્રેશર કહીયે તે પણ વધવાની સંભાવના છે. હાવર્ડના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના ડોઝર્સ હોલિકસ નામના વૈજ્ઞાનિકે પણ ગ્રહો ઉપર સંશોધન કરતી બુક “the sky and beyond” માં પણ લખ્યું છે કે ગ્રહો તેમની પરિભ્રમણ કક્ષાની બહાર જાય ત્યારે ચુંબકીય શક્તિ વધે છે અને માણસના બ્લડ પ્રેશર ઉપર સીધી અસર થાય છે, આ બુક ઉપરથી ઈંગ્લેન્ડની યુનિવર્સીટીના સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પણ ભણાવવામાં આવે છે. ખાસ તો 50 વર્ષ કરતા વધુ ઉંમરની વ્યક્તિઓને બ્લડપ્રેશરનો પ્રોબ્લેમ થઈ શકે છે. આથી વીજળીનો પ્રવાહ રોકી લેવામાં આવે તો બ્લડપ્રેશરમાં ઘણા અંશે ફાયદો થાય છે. બીજું કે આપણાં હિન્દુ પંચાગોમાં ઘી ના ગુણ લખ્યા છે કે ઘી ના દિવાની આગમાંથી નીકળતા ધુમાડામાં અલ્મોનેકટાસાઈડ નામનું તત્વ હોય છે જે હવામાં રહેલા વાયરસ કે કણોનો નાશ કરી શકે છે. યુરોપની હવા ઉપર સંશોધન કરતી સંસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ વાયરોલોજીએ પણ પોતાના સંશોધનમાં આ વાતની પુષ્ટિ કરી છે. આમ, રવિવારે રાતે નવ વાગ્યે લાઈટ બંધ કરવાથી આપણને પૃથ્વી મંગળ અને શુક્રની ભ્રમણકક્ષા બદલાવાના કારણે અને ચુંબકીય શક્તિઓનો પ્રભાવ પણ ઘટાડી શકાશે અને દીવો પ્રગટાવીને વાતાવરણ ને શુદ્ધ બનાવી શકાશે”

કોરોના ઉપર પ્રતિબંધ : જાણો કયો દેશ છે જ્યાં કોરોના વાઇરસ બોલનારને થાય છે જેલ

લોકડાઉનના ઉલ્લંઘનને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો