Home Uncategorized જાણો : અમેરિકામાં રોગચાળા સમયે એવું શું છે જેના વેચાણમાં વધારો થઇ...

જાણો : અમેરિકામાં રોગચાળા સમયે એવું શું છે જેના વેચાણમાં વધારો થઇ જાય છે ?

ફેસ ઓફ નેશન, 04-04-2020 : રોગચાળા સમયે એવું શું હોય જેના વેચાણમાં વધારો થતો હશે ? તેવા સવાલના જવાબમાં સ્વાભાવિક તમને એ જ યાદ આવશે કે, દવાઓ અથવા માસ્ક અથવા તે રોગચાળાથી બચવાની કીટ. જો કે એમરિકામાં જયારે જયારે રોગચાળો ફેલાય છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે બંદૂકના વેચાણમાં વધારો થઈ જાય છે. લોકો ગન ખરીદવા માટે લાઈનો લગાવી દે છે. સૌ કોઈને આશ્વર્ય થશે પરંતુ આ વાત તદ્દન સાચી છે.
માર્ચમાં હથિયારોના વેચાણ અને ફેડરલ બેકગ્રાઉન્ડ તપાસમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે કારણ કે કેટલાક રાજ્યોમાં વ્યવસાય બંધ રાખવાના આદેશમાં બંદૂકના વેપારીઓ સામેલ હોવા છતાં, કોરોના વાયરસ રોગચાળાએ ખરીદદારોનો રેકોર્ડ નોંધાવ્યો છે. એફબીઆઈએ ગયા મહિને 7.7 મિલિયન બેકગ્રાઉન્ડ તપાસ હાથ ધરી છે, તેના તાજેતરના આંકડા મુજબ, હથિયાર ખરીદદારો માટે 1998 પછીથી શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય ઇન્સ્ટન્ટ ચેક સિસ્ટમમાં સૌથી વધુ અને માર્ચ 2019માં હાથ ધરવામાં આવેલી સંખ્યા કરતા 1.1 મિલિયન વધારે છે. 17-21 માર્ચનો સમયગાળો, ખાસ કરીને બેકગ્રાઉન્ડ ચેક સિસ્ટમ માટે વ્યસ્ત સમય હતો. ફક્ત 21 માર્ચે જ 2 લાખથી વધુ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે એક જ દિવસનો રેકોર્ડ છે. રાઇફલ અને શોર્ટગન કરતા લગભગ બે ગણી હેન્ડગન વેચાઈ છે. અમેરિકાના નેશનલ રાઇફલ એસોસિએશનના પ્રવક્તા, એન્ડ્રુ અરુલાનંદમે જણાવ્યું હતું કે, રોગચાળાને લઈને ઘણા અમેરિકનોને ચિંતા છે કે તેઓ સુરક્ષા માટે પોલીસ પર નિર્ભર નહીં રહી શકે.

લોકડાઉનના ઉલ્લંઘનને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો

વાંચો : અગાઉ આ IAS અધિકારીએ કહ્યું હતું કે, ઘરમાં દીપ પ્રગટાવવાથી વાઇરસનો સામનો કરી શકાય છે