Home News કોરોના વાયરસ ફેલાવવાના હેતુથી વાસણો ચાટવાનો મુસ્લીમ સમુદાયના વાઇરલ વીડિયોનું સત્ય જાણો

કોરોના વાયરસ ફેલાવવાના હેતુથી વાસણો ચાટવાનો મુસ્લીમ સમુદાયના વાઇરલ વીડિયોનું સત્ય જાણો

ફેસ ઓફ નેશન, 04-04-2020 : છેલ્લા ઘણા સમયથી સોશિયલ સાઇટ્સમાં એક વિડીયો વાઇરલ થયો છે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા જુદા જુદા મેસેજો લખીને લોકો આ વીડિયોને ખુબ જ શેર કરી રહ્યા છે અને કોમેન્ટો કરી રહ્યા છે. જો કે હકીકતે આ વિડીયો જૂનો વર્ષ 2018નો છે. લોકોએ આ વીડિયોને 2020નો વિડીયો હોવાનું અને કોરોના ફેલાવવાનું ષડયંત્ર હોવાનું જણાવી ખુબ જ વાઇરલ કર્યો છે, પરંતુ તેની હકીકત કંઈક જુદી જ છે.
જ્યાં આખું વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડત આપી રહ્યું છે અને આ રોગને નાથવા તેની રસી બનાવવામાં વ્યસ્ત છે, ત્યારે કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર નકલી વીડિયો અને ફોટાઓ વાયરલ કરી લોકોમાં ખોટી માહિતીઓ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. સરકારે એક આદેશ જારી કર્યો છે જે અંતર્ગત કોરોના વાયરસને લઇને સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ કેટલાક લોકો આદેશની ગંભીરતા લીધા વિના સોશ્યલ મીડિયા પર નકલી પોસ્ટ શેર કરી રહ્યા છે. તાજેતરમાં, એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના વાયરસ ફેલાવવાના હેતુથી સમુદાયના લોકો વાસણો ચાટતા હતા.

2018ના વીડિયોની જાણો હકીકત
ગૂગલ પર ‘Muslims licking utensils’ ની શોધમાં 31 જુલાઇ 2018નો એક વીડિયો મળ્યો. આ તે વીડિયો છે જે હવે 2020માં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, દાઉદી બોહરા વાસણોમાંથી બાકીનો ખોરાક ચાટતા હોય છે, જેથી એક પણ અનાજ બરબાદ ન થાય. જો કે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ની ફેક્ટ ચેકિંગ ટીમે પણ આ વીડિયોને બનાવટી ગણાવ્યો છે.

Exclusive : શાહપુરમાં ક્વોરેન્ટાઇન કરાયેલા ફ્લેટની પોલીસ કમિશનરે લીધી મુલાકાત, જુઓ Video

Exclusive : મરકજની ઈજતેમાંની સનસનીખેજ વિગતો, જેની વિચારધારાનું અનુકરણ લાદેન કરતો હતો