Home News હવે સમય છે ડરવાનો નહીં લડવાનો, જુઓ કોરોના ઉપર બનેલી શોર્ટ ફિલ્મ

હવે સમય છે ડરવાનો નહીં લડવાનો, જુઓ કોરોના ઉપર બનેલી શોર્ટ ફિલ્મ

ફેસ ઓફ નેશન, 04-04-2020 : સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેક જુદા જુદા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે લાલ ટેન ફિલ્મ્સ દ્વારા એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે, જેને આશુતોષ મિશ્રા દ્વારા રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મના ડાયરેક્ટર અને એડિટર ભાવિન સી.પી, છે, કલાકાર આશુતોષ મિશ્રા, ઉર્વશી સોલંકી, કિમાયા ગોસ્વામી છે અને પ્રોડ્યુસ ઉર્વશી સોલંકીએ કરી છે. હિન્દી, ભોજપુરી કન્નડ ભાષી ફિલ્મોમાં ડેબ્યુ કરી ચુકેલી ગુજરાતી એક્ટ્રેસ ઉર્વશી સોલંકી કોરોના સામેના જંગમાં પ્રચારાત્મક સહયોગ આપી રહી છે. “ઓન ધ વે”થી લોકપ્રિય થયેલી સુરતી પોરીએ તેના જુદા જુદા ટીકટોક વીડીઓથી ધમાલ મચાવી છે. ઉર્વશી સોલંકીની કન્નડ અને હિન્દી શોર્ટ ફિલ્મોને બેસ્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુજરાતી ફિલ્મ વિજય પથમાં આઇટમ સોંગ તથા પ્રાદેશિક ફિલ્મોમાં આઈટમ સોંગ કરનાર ઉર્વશી પ્રથમ અભિનેત્રી છે. હાલમાં ઉર્વશી ઘણા મોટા બજેટ પ્રોજેક્ટોમાં કામ કરી રહી છે અહીં પ્રસ્તુત છે કોરોના પર બનેલ ઉર્વશીની શોર્ટ ફિલ્મ,.

https://youtu.be/eZan69VyJog

શા માટે કોરોના વાઇરસના કેરથી સરકાર અને લોકો ડરે છે ? વાંચો વિશેષ અહેવાલ

Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી