Home News કોરોના : મહારાષ્ટ્રમાં સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે, આજે 47થી વધુ...

કોરોના : મહારાષ્ટ્રમાં સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે, આજે 47થી વધુ કેસ નોંધાયા

ફેસ ઓફ નેશન, 04-04-2020 : કોરોનાને લઈને સમગ્ર વિશ્વના લોકો થરથર ધ્રુજી રહ્યા છે તો બીજી બાજુ ભારતમાં ઘણા શહેરોમાં લોકો આ રોગની ગંભીરતા સમજી રહ્યા નથી. અનેક લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા નથી જેને કારણે કોરોના વાઇરસના ફેલાવાની શક્યતાઓ વધી જાય છે. સમગ્ર ભારત દેશમાં મહારાષ્ટ્રની સ્થિતિ દિવસે દિવસે વધુ બગડી રહી છે. રોજ નવા કિસ્સાઓમાં વધારો થાય છે. આજે 47થી વધુ નવા કેસો નોંધાયા છે જેને લઈને કુલ આંકડો 537એ પહોંચ્યો છે. જેમાંથી 26 લોકોના મોત નિપજ્યા છે અને 461 લોકો હાલ સારવાર હેઠળ છે, 50 લોકો સ્વસ્થ થઈ ગયા છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર કોરોનાના આંકડાને લઈને પ્રથમ નંબરે છે. બીજા નંબરે તમિલનાડુ છે જ્યાં કુલ 411 કેસો નોંધાયા છે અને બે લોકોના મોત નિપજ્યા છે. સમગ્ર ભારતમાં અત્યાર સુધી કુલ 3231 કેસો નોંધાયા છે, જેમાં 2911 સારવાર હેઠળ છે 90 લોકોના મોત નિપજ્યા છે અને 230 લોકો સ્વસ્થ થયા છે. ગુજરાતમાં આજે નવા 10 કેસો નોંધાયા છે જેને લઈને કુલ આંક 105 થયો છે, 9 લોકોના મૃત્યુ થયા છે અને 86 લોકો હાલ સારવાર હેઠળ છે જયારે 10 જેટલા લોકો સ્વસ્થ થઇ ગયા છે.

શા માટે કોરોના વાઇરસના કેરથી સરકાર અને લોકો ડરે છે ? વાંચો વિશેષ અહેવાલ

શા માટે કોરોના વાઇરસના કેરથી સરકાર અને લોકો ડરે છે ? વાંચો વિશેષ અહેવાલ