ફેસ ઓફ નેશન, 05-04-2020 : ગુજરાતના આરોગ્ય કમિશનર ડો.જયંતી રવિએ કોરોના અંગે માહિતી આપતા આજે સવારે કહ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા 8 કેસ, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં 11ના મોત નીપજ્યાં છે. જો કે હાલની સ્થિતિએ 94 જેટલા લોકોની હાલત સ્થિર છે. એવા એક પણ દર્દી નથી કે જેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હોય તો બીજી બાજુ અત્યાર સુધી 17 જેટલા લોકો સ્વસ્થ થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
https://youtu.be/NEI8eSIYxmk
શા માટે કોરોના વાઇરસના કેરથી સરકાર અને લોકો ડરે છે ? વાંચો વિશેષ અહેવાલ
Exclusive : શાહપુરમાં ક્વોરેન્ટાઇન કરાયેલા ફ્લેટની પોલીસ કમિશનરે લીધી મુલાકાત, જુઓ Video