ફેસ ઓફ નેશન, 06-04-2020 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે લોકો પાસે 9 મિનિટ માંગી હતી. આ 9 મિનિટ દરમ્યાન દીવો, મીણબત્તી કે ટોર્ચ, મોબાઈલ ફ્લેશ દ્વારા પ્રકાશ ફેલાવવાનો હતો. આ અપીલ સમયે મોદીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, કોઈએ રેલી, સરઘસ કે ટોળે વળીને આ કાર્ય કરવાનું નથી. તમામ લોકોએ પોતાના ઘરમાં રહીને બારી કે દરવાજા આગળ ઉભા રહીને જ આ કાર્ય કરવાનું છે, તેમ છતાં અમદાવાદમાં કેટલાક લોકોએ ફટાકડા, ક્યાંક ટોળા વળીને ઉત્સવ જેવો માહોલ બનાવ્યો તો ક્યાંક ચિચિયારીઓથી વાતાવરણ ગજવી નાખ્યું. બીજી બાજુ ભારતના કેટલાક રાજ્યોમાં લોકોએ મશાલ સાથે રેલી કાઢી અને “ગો ગો કોરોના”ના નારા લગાવ્યા સાથે જ ફટાકડા ફોડ્યા અને જાણે કે કોરોનાનો સંપૂર્ણ નાશ થઈ ગયો હોઈ આનંદનો માહોલ આવ્યો હોય. આ રેલીમાં અનેક લોકો માસ્ક વિના સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વિના નીકળી પડ્યા હતા. જુઓ Video
https://www.youtube.com/watch?v=FdYC_ysYu-o
કોરોનાથી 11 દિવસ બાદ સ્વસ્થ થઈને ઘરે જતા વૃધ્ધે SVP હોસ્પિટલ વિષે શું કહ્યું ?, જુઓ Video
Exclusive : અમદાવાદમાં સેવા કરવા જતા હતા એ જ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો !