Home News 40 ડિગ્રી તાપમાન અને કોરોનાનો કેર : શહેરના રોડ રસ્તાઓ સુમસામ, પોલીસને...

40 ડિગ્રી તાપમાન અને કોરોનાનો કેર : શહેરના રોડ રસ્તાઓ સુમસામ, પોલીસને આરામ

ફેસ ઓફ નેશન, 06-04-2020 : આજે ગરમીનો પારો વધતા 40 ડિગ્રી તાપથી શહેરના રસ્તાઓ આગ ઓકી રહ્યા હોય તેવા થઈ ગયા હતા. કોરોનાનો કેર અને ગરમીના પ્રકોપ વચ્ચે શહેરીજનોએ, સેવાર્થીઓ કે કામ વિના બહાર નીકળનારાઓએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું જેના પરિણામે પોલીસને થોડો સમય આરામ મળ્યો હતો. અમદાવાદ શહેરના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી ખડે પગે રહેલા પોલીસના કર્મચારીઓને રસ્તા સુમસામ થતા આરામ કરવાનો સમય મળી ગયો હતો અને ફરજ ઉપર નજીક છાંયડો શોધીને મીઠી નીંદર માણી લીધી હતી. જો કે આગામી દિવસોમાં હજુ ગરમીનો પારો વધે તેવી દહેશત સેવાઈ રહી છે. ગરમી વધે અને લોકો રસ્તા ઉપર ન નીકળે પરિણામે લોકડાઉનનો અમલ તંત્રની વગર મહેનતે સાર્થક થતો દેખાય છે. આગ ઓકતી ગરમીમાં શેકાવાના બદલે લોકોએ ઘરમાં રહી એસીની ઠંડક વચ્ચે આરામ કર્યો હતો. સામાન્ય દિવસોમાં પણ લોકો આવી ગરમીમાં ઘર બહાર કે ઓફિસ બહાર નીકળવાનું પસંદ કરતા નથી ત્યારે જયારે કાયદેસર બહાર નીકળવા ઉપર પાબંધી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ આવી ગરમીમાં શેકાવા બહાર ન નીકળે.

કોરોનાથી 11 દિવસ બાદ સ્વસ્થ થઈને ઘરે જતા વૃધ્ધે SVP હોસ્પિટલ વિષે શું કહ્યું ?, જુઓ Video

Exclusive : અમદાવાદમાં સેવા કરવા જતા હતા એ જ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો !