Home News બોપલ પીઆઈના સસ્પેન્સન મામલે પ્રજામાં રોષ, તંત્રએ ખોટી કાર્યવાહી કરી હોવાની રજુઆત

બોપલ પીઆઈના સસ્પેન્સન મામલે પ્રજામાં રોષ, તંત્રએ ખોટી કાર્યવાહી કરી હોવાની રજુઆત

ફેસ ઓફ નેશન, 06-04-2020 : લોકડાઉનમાં ઘરમાં પુરાઈ રહેલા લોકોને મનોરંજન હેતુથી બોપલ પોલીસ સ્ટેશન દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ ઇન્સ્પેકટની સૂચનાથી ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે ગીતો અને ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. પોલીસે બોપલ વિસ્તારમાં જુદા જુદા ફ્લેટો અને સોસાયટીમાં કરેલા કાર્યક્રમ પહેલા કોઈને પણ નીચે ન ઉતરવા અને બાલ્કનીમાંથી જ ઉભા ઉભા મનોરંજન કરવાની સૂચના અપાઈ હતી. આ સૂચના મુજબ સોસાયટી કે ફ્લૅટોમાંથી કોઈ વ્યક્તિ નીચે ઉતર્યા ન હતા, માત્ર ગાયક કલાકારો, કેટલાક પોલીસ કર્મચારીઓ અને પોલીસ ઇન્સ્પેકટ ગરબે રમ્યા હતા. આ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું હતું પરંતુ કોઈકએ એવો વિડીયો બનાવી લીધો હતો જેમાં એવું જણાઈ આવ્યું હતું કે, પીઆઇએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વિના ગરબા કર્યા હતા. માની લઈએ કે પીઆઇ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હતી અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવામાં નહોતું આવ્યું પરંતુ તેમના દ્વારા થયેલી ભૂલ એટલી પણ ગંભીર નહોતી કે તંત્રએ આ પીઆઇને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવો પડે. સ્થાનિક ધારાસભ્ય પણ આ મામલે તેમનો મત રજૂ કરવો જરૂરી છે. હાલ, બોપલ વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં તેમના સમર્થનમાં આગળ આવ્યા છે અને તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી નારાજગી દર્શાવી ઉગ્ર રોષ પ્રગટ કર્યો છે. સ્થાનિકોનું માનવું છે કે, પીઆઇએ એવો કોઈ ગંભીર ગુનો કે પ્રજા વિરુદ્ધનું કાર્ય નથી કર્યું જેના કારણે તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવો પડે. પોલીસ તંત્રની આ કાર્યવાહી તદ્દન ખોટી અને ગેરવાજબી છે. જ્યાં જ્યાં કાર્યક્રમ યોજાયો હતો તે વિસ્તારના મોટાભાગના તમામ નાગરિકોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક લોકોએ મીડિયાને આ વાત ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા સુધી પહોંચાડી પીઆઈનું સસ્પેન્સન પરત ખેંચાવવા વિનંતી કરી હતી.

Special Report : આજે ભાજપનો સ્થાપના દિન, પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશ જ્યોતિર્મય બન્યો

Exclusive : શાહપુરમાં ક્વોરેન્ટાઇન કરાયેલા ફ્લેટની પોલીસ કમિશનરે લીધી મુલાકાત, જુઓ Video