Face Of Nation, Gandhinagar : લોકસભાની ચૂંટણીના ભાજપ કોંગ્રેસ સત્તા મેળવવા માટેના ઢોલ પીટી રહ્યા છે ત્યારે કોણ આગામી દેશની સત્તાનું સુકાન સંભાળશે તે એક મહત્વનો ચર્ચાનો વિષય બની ગયો છે. જ્યોતિષ શાસ્ત્રોની દ્રષ્ટિએ આવનારી ચૂંટણીમાં ભાજપને 187 થી 190 જેટલી સીટો મળશે જયારે ગુજરાતમાં માત્ર 10 થી 15 સીટો મળી શકે તેમ છે. નોટબંધી, જીએસટી જેવા અનેક નિર્ણયો બાદ ભાજપ સરકારની આ પ્રથમ ચૂંટણી છે. નોટબંધીના કારણે મધ્યમ અને ગરીબ વર્ગનો મરો થઇ ગયો હતો તો બીજી બાજુ જીએસટીના કારણે વેપારીના ધંધા રોજગાર પડી ભાગતા મોટાભાગના વેપારીઓએ સરકારની કામગીરીની ટીકા કરીને ફરીથી સત્તા ઉપર ભાજપ નહીં બેસાડવા મન મનાઈ લીધું છે.
જ્યોતિષ શાસ્ત્રી આચાર્ય જયદેવના જણાવ્યા અનુસાર, ભાજપની કુંડળીમાં મીન રાશિનો સૂર્ય છે. વર્ષ 2019-20માં કોઈ પણ પ્રકારની હિંસક ઘટના ઘટવાના યોગ જણાઈ રહ્યા છે. ભાજપ અને મોદીની કુંડળી જોતા એમ લાગે છે કે ભાજપ ફરી સત્તા સ્થાને નહીં બેસી શકે. નરેન્દ્ર મોદીને વૃષિક રાશીનો ચન્દ્ર ઉપર ગુરુ ચાલી રહ્યો છે. જેને કારણે મેનેજમેન્ટમાં સમતોલન બગડી શકે છે. શનિ એ ન્યાયનો ગ્રહ છે જેણે ઇન્દિરા ગાંધીને પણ તકલીફ પહોંચાડી હતી. સૂર્ય સાથે કેન્દ્રમાં આવતા રાહુને કારણે ભાજપને નુકસાન થાય તેમ છે. રાહુ સાથે ગુરુ, શનિ વક્રી હોવાથી તે ધાર્યા પરિણામ ન આપે તેવી પુરેપુરી શક્યતા છે. ધન રાશિનો શનિ 25મી જાન્યુઆરી 2017થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાશિમાં ચાલી રહ્યો છે. જે નેગેટિવ ચાલી રહ્યો છે. જેને કારણે સંઘર્ષ, અપમાન, ધારેલું થાય નહીં તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આચાર્ય જયદેવ એક જાણીતા નામચીન જ્યોતિષી છે. તેઓનું દેશ વિદેશમાં મોટું નામ છે અને ખાસ કરીને વિદેશીઓ મોટી માત્રામાં તેમના જ્ઞાનનો લાભ લેતા હોય છે.
બીજી બાજુ કેટલાક લોકો ભાજપને જંગી બહુમતીથી જીત મળશે તેવી પણ આગાહીઓ કરી રહ્યા છે. જો કે સમગ્ર દેશનું રાજકીય વાતાવરણ જોતા એમ લાગે છે કે આવનારી ચૂંટણીમાં ભાજપ માટે અતિ કપરા ચઢાણ છે. ભાજપ માટે જે ગઢ માનવામાં આવે છે તે ગુજરાતમાં પણ સીટો ઓછી થવાની પુરેપુરી શક્યતાઓ જણાઈ રહી છે તો બીજી બાજુ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનો વિરોધ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને આવા વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ મતદાન થાય તેવી શક્યતાઓ રહેલી છે જેના કારણે ગત ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં ભાજપને બહુમતી મળે તેવા કોઈ એંધાણ નથી.