ફેસ ઓફ નેશન, 07-04-2020 : અમદાવાદના ભાડજ ગામમાં લોકડાઉનને પગલે તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ હોવા છતાં ગોડાઉન ખોલીને બીડી, સિગારેટ, ગુટખાનું વેચાણ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી સોલા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી માહિતી અનુસાર, સાયન્સસીટી રોડ ઉપર આવેલા માનવ બંગ્લોમાં રહેતા ગૌતમભાઈ પટેલ ભાડજ પ્રાથમિક શાળાની પાછળ, માઢ વાસના નાકે આવેલું તેમનું ગોડાઉન ખોલીને પાન,મસાલા, બીડી-સિગારેટ, ગુટખા સહિતની ચીજ-વસ્તુઓનું વેચાણ કરી રહ્યા હતા. આ બાબતે PSI જે.જે.રાણા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન તેઓને જાણ થતા તપાસ કરી હતી. તપાસ દરમ્યાન ઉપરોક્ત વ્યક્તિ સરકારના આદેશનો ભંગ કરી લોકડાઉન અંગે જાણકારી હોવા છતાં ગુટખા સહિતનું ચીજવસ્તુઓનું વેચાણ કરતા ઝડપાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ શહેરી વિસ્તારમાં RAF, ઘર બહાર નીકળનારાઓની કડક પૂછપરછ, રસ્તા સુમસામ, જુઓ Video
Special Report : આજે ભાજપનો સ્થાપના દિન, પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશ જ્યોતિર્મય બન્યો