Home News રેલવે ટ્રેક ઉપર ચેઇન ગુટકા મુકવા બાબતે બે કર્મચારીઓ બાખડ્યા, એક ઈજાગ્રસ્ત

રેલવે ટ્રેક ઉપર ચેઇન ગુટકા મુકવા બાબતે બે કર્મચારીઓ બાખડ્યા, એક ઈજાગ્રસ્ત

ફેસ ઓફ નેશન, 07-04-2020 : અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે પોઈન્સમેન તરીકે ફરજ બજાવતા બે કર્મચારીઓ કામ બાબતે અંદરો અંદર બાખડ્યા હતા. જેમાં એક પોઈન્સમેને બીજા કર્મચારીને મુક્કો મારતા તે પાટા સાથે અથડાયો હતો, જેને લઈને લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ સ્વસ્થ થતા રેલવે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર ચેઇન ગુટકા (લાકડાના) જેવા ઓજાર ટ્રેન આગળ પાછળ ન થાય તે માટે હુકમ મળતા બે પોઈન્સમેન ત્યાં પહોંચ્યા હતા. જેમાંથી એક ફોન ઉપર વાત કરતો હોવાથી તેને અન્ય પોઈન્સમેનને ચેઇન તથા લાકડાના ગુટકા લગાવવાનું કહ્યું હતું. જેથી ઉશ્કેરાઈ જઈને તેણે જાતિ વિષયક શબ્દો બોલી તેને મુક્કો મારી દીધો હતો. જેથી ગુટકા લગાવવાનું કહેનાર પોઈન્સમેન પડી જતા પાટા સાથે અથડાયો હતો. જેને લઈને તેના માથાના ભાગે પાટો વાગતા લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને સારવાર મળતા સ્વસ્થ થઈને રેલવે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ શહેરી વિસ્તારમાં RAF, ઘર બહાર નીકળનારાઓની કડક પૂછપરછ, રસ્તા સુમસામ, જુઓ Video

Special Report : આજે ભાજપનો સ્થાપના દિન, પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશ જ્યોતિર્મય બન્યો