ફેસ ઓફ નેશન, 07-04-2020 : ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે મૃત્યુ થયા હોવાનો એક પણ આંકડો નોંધાયો નથી. ચીનના આરોગ્ય કમિશન આયોગે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 32 નવા કેસો નોંધાયા છે, જે તમામ લોકો વિદેશી છે. જો કે જાન્યુઆરી બાદ પ્રથમવાર છેલ્લા 24 કલાક દરમ્યાન કોઈ પણ વ્યક્તિનું મોત થયું હોય તેવા કોઈ કેસ સામે આવ્યા નથી. દરમિયાન, હોંગકોંગમાં ગત અઠવાડિયા કરતા વધુ કેસો જોવા મળ્યા છે. કોરોના વિશ્વમાં ફેલાય તે પહેલા ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં પ્રથમ કેસ નોંધાયો હતો. અત્યાર સુધી ચીનમાં કુલ 81,740 લોકોનું કોરોનાનું નિદાન થયું છે અને તેમાંથી 3,331 લોકો મૃત્યુ પામ્યા છે, એમ આરોગ્ય કમિશન આયોગે જણાવ્યું છે.
અમદાવાદ શહેરી વિસ્તારમાં RAF, ઘર બહાર નીકળનારાઓની કડક પૂછપરછ, રસ્તા સુમસામ, જુઓ Video
શા માટે કોરોના વાઇરસના કેરથી સરકાર અને લોકો ડરે છે ? વાંચો વિશેષ અહેવાલ