ફેસ ઓફ નેશન, 07-04-2020 : અમદાવાદના શાહપુર, કાલુપુર, જમાલપુર અને દાણીલીમડા સહિતના અમદાવાદના સીટી વિસ્તારોમાં કોરોનાના કેસો વધુ નોધાયા છે પરંતુ આ વિસ્તારોમાં લોકડાઉનનો ભંગ કરવામાં મહિલાઓ અગ્રેસર છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. આ તમામ વિસ્તારોમાં પોલીસ અને આરએએફ તૈનાત છે, જે કોઈ કામ વિના બહાર નીકળે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જો કે મહિલાઓ પ્રત્યે કુલુ વલણ રાખવામાં આવતા તેનો ગેરલાભ સૌથી વધુ મહિલાઓ ઉઠાવી રહી હોવાનું લાગી રહ્યું છે. ફેસ ઓફ નેશને આ વિસ્તારોની લીધેલી મુલાકાતમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે કે મુસ્લિમ સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મહિલાઓ ઘર બહાર બિન્દાસ્ત નીકળી પડે છે. જો કે આ મહિલાઓને વકરતા જતા કોરોનાની ગંભીરતા ન હોય તેવું લાગી રહ્યું છે. સરકાર, પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ સતત લોકોના સ્વાસ્થ્ય અંગે કાળજી રાખી રહ્યા છે અને આ રોગ વકરે નહીં તેને લઈને બારીકાઈથી તમામ પાસાઓ ઉપર નજર રાખી રહ્યા છે. સીટી વિસ્તારમાં આરએએફની ટુકડીઓ સતત લોકોને ઘર બહાર ન નીકળવા અપીલ કરી રહી છે જ્યાં જરૂર પડે ત્યાં કડકાઈ દાખવી રહી છે, સ્થાનિક પોલીસ પણ બનતા તમામ પ્રયાસ કરીને લોકોને ઘરમાં સુરક્ષિત રહે તે અંગે સૂચનાઓ આપી રહ્યા છે તેમ છતાં કેટલાક વિસ્તારોમાં મુસ્લિમ કમ્યુનિટીની મહિલાઓ ઘર બહાર નીકળીને લોકડાઉનનો ભંગ કરે છે સાથે જ આરોગ્ય અંગે ગંભીરતા દાખવતી ન હોવાનું સામે આવ્યું છે. શાહપુર, કાલુપુર, દરિયાપુર, દાણીલીમડા અને જમાલપુરના લોકોએ હવે જાગૃત થઈને તંત્રને સહકાર આપવાની જરૂર છે. સમાજના આગેવાનોએ આગળ આવીને લોકોને સમજાવવાની તાતી જરૂરિયાત છે. કોરોનાનો કેર વધી રહ્યો છે ત્યારે જાગૃતતા ખુબ જ જરૂરી અને મહત્વની પુરવાર થશે.
https://youtu.be/4rHNOBEHgCk
અમદાવાદ શહેરી વિસ્તારમાં RAF, ઘર બહાર નીકળનારાઓની કડક પૂછપરછ, રસ્તા સુમસામ, જુઓ Video
Special Report : આજે ભાજપનો સ્થાપના દિન, પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશ જ્યોતિર્મય બન્યો