ફેસ ઓફ નેશન, 07-04-2020 : અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની હદમાં આવતા લાલદરવાજા વિસ્તારમાં આવેલા નહેરુબ્રિજને સંપૂર્ણ બંધ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે. મ્યુ. કમિશનર વિજય નહેરાએ આ હુકમ જાહેર કરતા જણાવ્યું છે કે, નહેરુબ્રિજ ઉપરથી કોટ વિસ્તારમાં કોરોનાનું સંક્ર્મણ ન ફેલાય તે હેતુથી તમામ વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ કરીને આવતીકાલે 08-04-2020થી આગામી હુકમ ન થાય ત્યાં સુધી બંધ કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા કેસોની ગંભીરતા જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે, કાલુપુર શાક માર્કેટ તથા ફ્રૂટ બજારમાં વેચાણ કરતા લારી, જિલ્લા અને દુકાનો ઉપર બિનજરૂરી એકઠા થઈને લોકોના ટોળા એકઠા થાય છે. જેને લઈને કોરોનાના સંક્ર્મણ ફેલાવવાની શક્યતાઓ વધી જાય છે અને આ રોગની ગંભીરતા જોતા કાલુપુર શાકમાર્કેટ તેમજ ફ્રૂટ માર્કેટ પણ આવતીકાલ 08-04-2020થી આગામી હુકમ ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. જેને લઈને આવતીકાલથી નહેરુબ્રિજ તેમજ કાલુપુર શાકમાર્કેટ અને ફ્રૂટ માર્કેટ અનિશ્ચિત મુદત સુધી બંધ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરી વિસ્તારમાં RAF, ઘર બહાર નીકળનારાઓની કડક પૂછપરછ, રસ્તા સુમસામ, જુઓ Video
Special Report : આજે ભાજપનો સ્થાપના દિન, પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશ જ્યોતિર્મય બન્યો