Home News ડો.જીવરાજ મહેતા હોસ્ટિપટલના ડોક્ટર સહિત સ્ટાફને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા

ડો.જીવરાજ મહેતા હોસ્ટિપટલના ડોક્ટર સહિત સ્ટાફને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા

ફેસ ઓફ નેશન, 08-04-2020 : ગઈકાલે એક 60 વર્ષીય દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડો.જીવરાજ મહેતા હોસ્પિટલના ડોક્ટરને સ્ટાફ સહિત ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. તંત્રએ તાત્કાલિક ધોરણે આ સ્ટાફનું મેડિકલ ચેકીંગ હાથ ધર્યું હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. હોસ્પિટલમાં 60 વર્ષીય એક દર્દી સારવાર લઈ રહ્યા હતા જો કે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફને ચેપ લાગ્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરીને હાલ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આજે સવાર સુધી વધુ ચાર કેસો નોંધાતા કુલ 179 કેસ થયા છે. જો કે 281 જેટલા લોકોના ટેસ્ટના રિપોર્ટ આવવાના બાકી છે. મૃત્યુઆંકની કુલ સન્ખ્યા 16 પર પહોંચી છે.

ગ્રાઉન્ડ રિપોર્ટ : અમદાવાદના સીટી વિસ્તારમા આખે આખી પોળો ક્વોરેન્ટાઇન કરવી પડે તેવી સ્થિતિ

Exclusive : ગુજરાતમાં કોરોના મામલે મુખ્ય ભૂમિકા ભજવનાર આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ, જાણો તેમના વિષે