ફેસ ઓફ નેશન, 08-04-2020 : અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ભોજન સેવા પુરી પાડવામાં આવી રહી છે. થલતેજ ચાર રસ્તા ખાતે આવેલા સાંઈધામ દ્વારા આ સેવા લોકડાઉન શરૂ થયું ત્યારથી અત્યારસુધી નિયમિત રીતે ચાલી રહી છે. સાંઈધામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજના નેતૃત્વ હેઠળ મંદિરના પૂજારી, રસોઈયા સહીત તમામ સ્ટાફ સવારથી પુરી-શાક બનાવવાની સેવામાં લાગી જાય છે અને બપોરે તેને આસપાસના તમામ વિસ્તારોમાં જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવે છે.
આ અંગે વાત કરતા મહંત મોહનદાસજી મહારાજે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અનેક લોકોએ મંદિરની સેવા કરી છે, મંદિરને જરૂર પડી ત્યારે ત્યારે ઉત્સવો અને પ્રસંગોમાં સૌ કોઈએ નાના મોટા ભક્તોએ પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપ્યું છે ત્યારે હવે મંદિરોનો સમય આવ્યો છે લોકોની સેવા કરવાનો. શહેરમાં અને સમાજમાં કોઈ ભૂખ્યું ન સુવે તેને લઈને લોકડાઉન જાહેર થયું ત્યારથી સતત સાંઈધામ મંદિર, થલતેજ દ્વારા ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે હજુ પણ આગામી સમયમાં જ્યાં સુધી લોકડાઉન ચાલશે ત્યાં સુધી નિયમિત ભોજન પૂરું પાડવાની અમારી ફરજ અમે અદા કરીશું. શહેરના અનેક મંદિરો પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને આજે સમાજ અને જરૂરિયાતમંદ લોકોની પડખે ઉભા રહ્યા છે, અને પોતપોતાની અનુકૂળતા મુજબ અનાજની કીટ, ભોજન અને જરૂરી યોગદાન આપી રહ્યા છે.
ગ્રાઉન્ડ રિપોર્ટ : અમદાવાદના સીટી વિસ્તારમા આખે આખી પોળો ક્વોરેન્ટાઇન કરવી પડે તેવી સ્થિતિ
Exclusive : ગુજરાતમાં કોરોના મામલે મુખ્ય ભૂમિકા ભજવનાર આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ, જાણો તેમના વિષે