Exclusive ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 08-04-2020 : લોકડાઉનના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વના નિર્દેશ આપ્યા છે. આજે યોજાયેલી એક બેઠકમાં મોદીએ એવો ઈશારો કર્યો છે કે, લોકડાઉનમાં વધારો થશે. હાલની સ્થિતિએ લોકડાઉન ઉઠાવી લેવું મુશ્કેલી ભર્યું બની રહે તેમ છે, દેશમાં દિવસે દિવસે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખી રહ્યા છે સાથે જ દેશના તમામ રાજ્યોની પરિસ્થિતિ અંગે પણ માહિતી મેળવી રહ્યા છે. દેશના મોટાભાગના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ કરીને તેઓએ આ અંગે જરૂરી ચર્ચાઓ પણ કરી છે. આજે મોદીએ વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા બીજેપી, કોંગ્રેસ, ડીએમકે, એઆઈએડીએમકે, ટીઆરએસ, સીપીઆઈએમ, ટીએમસી, શિવસેના, એનસીપી, અકાલી દલ, એલજેપી, જેડીયુ, એસપી, બીએસપી, વાઈએસઆર કોંગ્રેસ અને બીજેડીના ફલોર લીડર્સ સાથે કોરોના અને લોકડાઉન પર ચર્ચા કરી હતી. આ ચર્ચામાં મોદીએ લોકડાઉનમાં વધારો કરવામાં આવશે તેવા સંકેત આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલની પરિસ્થિતિએ લોકડાઉન ખોલવું યોગ્ય જણાશે નહીં તેવો મત વડાપ્રધાને વ્યક્ત કર્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લોકડાઉનની મુદતમાં વધારો કરવામાં આવશે. જે રાજ્યોને છુટ આપવામાં આવશે તેને શરતોને આધીન છૂટ આપવામાં આવશે પરંતુ લોકડાઉન સંપૂર્ણ રીતે ખુલી શકવાની શક્યતા નથી. સાંસદ પિનાક મિશ્રાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ સ્પષ્ટ કરી દીધું છે કે લોકડાઉનને એક સાથે હટાવવામાં આવશે નહિ. મિશ્રાએ કહ્યું કે વડાપ્રધાને અમને જણાવ્યું કે કોરોનાના સંક્રમણ પહેલા અને તેના પછીનું જીવન એક જેવું નહિ હોય. આ સિવાય 5 રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને કેરળના મુખ્યમંત્રીઓ પણ લોકડાઉનને વધારવાના પક્ષમાં છે.
ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !
ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !