Home News સોલા સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી : દર્દી મૃત્યુ પામ્યો પછી ખબર પડી...

સોલા સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી : દર્દી મૃત્યુ પામ્યો પછી ખબર પડી કે સરનામું નોંધ્યું જ નહોતું

ફેસ ઓફ નેશન, 08-04-2020 : સોલા સિવિલ હોસ્પિટલ તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સ્ટાફ અને આરએમઓની બેદરકારી વધુ એક વાર સામે આવી છે. આ ગંભીર બેદરકારીને કારણે છેલ્લા એક મહિનાથી એક દર્દીની લાશ રઝળી રહી છે, છતાં તેનો નિકાલ કરવામાં આવતો નથી કે તેના પરિવારજનોનો સંપર્ક થઇ શક્યો નથી. કોરોનાની મહામારીને પગલે તમામ હોસ્પિટલો સચેત અને જાગૃત છે તેવામાં સોલા હોસ્પિટલમાં ગઈ તારીખ 04-03-2020ના રોજ એક અજાણી વ્યક્તિની સોલા સિવિલના ટ્રોમા સેન્ટરના બાથરૂમમાંથી લાશ મળી આવી હતી. જો કે આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસે સોલા હોસ્પિટલના સ્ટાફની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, મૃતક તે જ દિવસે એટલે કે 04-03-2020ના રોજ બપોરે 12.50 કલાકે ઝાડા ઉલ્ટી થયા હોઈ સારવાર માટે આવ્યો હતો, જેને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવામાં આવતા તે જતો રહ્યો હતો. જેનું નામ કલ્પેશ નાથુભાઈ, ઉ.વ.35 જણાવેલ હતું. આ વિગત સિવાય અન્ય કોઈ સરનામા સહિતની વિગતો હોસ્પિટલ તંત્ર દ્વારા લેવામાં આવી નહોતી. સોલા સિવિલ હોસ્પિટલના સ્ટાફની આ ગંભીર બેદરકારીથી પોલીસે ઘણી મહેનત કરી હોવા છતાં તેના પરિવારનો પત્તો લાગી શક્યો નહોતો બીજી બાજુ આ મૃતકનું પોસમોર્ટમ કરાવીને લાશ કોલ્ડસ્ટોરેજમાં મુકવામાં આવી હતી. જેનો નિકાલ આજદિન સુધી સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો નથી. સોલા સિવિલના હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ આ બાબતે પોલીસને લાશનો નિકાલ કરવાનું જણાવતા હોવાની માહિતી મળી છે. જો કે લાશનો નિકાલ કરવાની જવાબદારી પોલીસની ન હોવાથી છેલ્લા એક મહિનાથી આ લાશ કોલ્ડ સ્ટોરેજમાં અંતિમક્રિયા માટે રઝળી રહી છે.

ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !

એસી ચેમ્બરમાં બેઠા બેઠા અધિકારીઓ પોલીસ કર્મચારીઓને તડકે કડક ચેકિંગના આદેશ કરે છે !