Home News કોરોનાને લઈને અમદાવાદમાં ગુરુવારથી મેગા સર્વેલન્સ હાથ ધરાશે

કોરોનાને લઈને અમદાવાદમાં ગુરુવારથી મેગા સર્વેલન્સ હાથ ધરાશે

ફેસ ઓફ નેશન, 08-04-2020 : અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા ગુરુવારથી મેગા સર્વેલન્સ હાથ ધરવામાં આવશે. જેમાં 1 લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવશે. કોરોનાના સક્ર્મણને નાથવા કોર્પોરેશને ચેઝિંગ ધ વાયરસ સ્ટેટેજી અપનાવી છે, જે દક્ષિણ કોરિયામાં આપનાવવામાં આવી હતી. જે પદ્ધતિ દ્વારા એગ્રેસીવ ટેસ્ટિંગ કરવામાં આવશે. આ અંગે વધુ વિગતો આપતા મ્યુ. કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, અમદાવાદના કોટ વિસ્તારમાં પ્રવેશતા કે બહાર નીકળતા દરેક વ્યક્તિની ચકાસણી કરવામાં આવી રહી છે , બુધવારે બપોર સુધીમાં 10 હજારથી વધુ લોકોની ચકાસણી કરવામાં આવી છે. 700 જેટલી ટિમ દ્વારા શહેરમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના 7 ઝોનમાં 7 ટેસ્ટિંગ વાન ફરશે. દૈનિક 600 જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !

એસી ચેમ્બરમાં બેઠા બેઠા અધિકારીઓ પોલીસ કર્મચારીઓને તડકે કડક ચેકિંગના આદેશ કરે છે !

એસી ચેમ્બરમાં બેઠા બેઠા અધિકારીઓ પોલીસ કર્મચારીઓને તડકે કડક ચેકિંગના આદેશ કરે છે !