ફેસ ઓફ નેશન, 09-04-2020 : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી પત્રકાર કોલોનીની સામે આવેલા ભગવતીનગર સોસાયટીમાં મકાનના ધાબે ટોળું વળીને ગપાટા મારતા 9 લોકોની પોલીસે ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નારણપુરા પોલીસ સ્ટેશનના પીઆઇની સૂચનાથી સ્ટાફના માણસો ડ્રોન કેમેરા મારફતે વિજયનગર ચાર રસ્તા નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ડ્રોન કેમેરામાં નજીકની ભગવતી સોસાયટીના મકાનના ધાબા ઉપર કેટલાક લોકો ટોળે વળીને બેઠા હોવાનું જણાતા પોલીસે સ્થળ ઉપર પહોંચીને તમામને કોર્ડન કરી લઈ ધરપકડ કરી હતી. જો કે આ ટોળામાં પિતા અને બે પુત્રોનો પણ સમાવેશ થાય છે. સુરેશભાઈ ડાહ્યાભાઈ ગોહિલ અને તેમના બે પુત્રો હર્ષિલ સુરેશભાઈ અને દિવ્ય સુરેશભાઈ સહીત કુલ 9 લોકો સામે પોલીસે લોકડાઉનના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !
પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રીનો દાવો : કોરોનાની રચના યુરોપ અને યુકેમાં USAની દેખરેખ હેઠળ થઈ, Video
Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે