ફેસ ઓફ નેશન, 09-04-2020 : પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન અબ્દુલ્લા હુસેન હારૂને વિચિત્ર દાવો કર્યો છે. હારૂને સોશિયલ સાઇટ્સ મારફતે વિડીયો થકી જણાવ્યું છે કે, કોરોનાની રચના યુરોપ અને યુકેની પ્રયોગશાળાઓમાં અમેરિકાની દેખરેખ હેઠળ કરવામાં આવી છે. જેનો આશય ચીનને પાયમાલ કરવાનો હતો. આ વાઇરસની રસી ઇઝરાઇલ પાસે છે હોવાનું પણ તેમણે જણાવ્યું છે. તેઓએ જાહેર કરેલા વીડિયોમાં પેટન્ટ સંખ્યાની ડિઝાઇન અને પ્રયોગશાળાઓના નામ પણ આપ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે આ સમગ્ર ડેટા તેમની પાસે આવ્યો કેવી રીતે ?
અમેરિકાના પાકિસ્તાની રાજદૂત રહી ચૂકેલા અબ્દુલ્લા હુસેન હારૂને તાજેતરમાં ફેસબુક પર એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં કોરોના વાયરસના મૂળમાં ફરતા વિવાદો વહેતા કરવામાં આવ્યા હતા. હુસેન હારૂન એક અગ્રણી ઉદ્યોગપતિ છે. તેમના વિડિઓ રેકોર્ડ કરેલા સંદેશમાં, તેમણે તેમના દાવાઓ અંગે વિગતવાર માહિતી આપી છે. હારૂને કોરોનાના ઉત્પાદન અને પ્રકૃતિથી શરૂ કરીને, તેમણે કોરોનાવાયરસની બનાવટનો સમગ્ર ઘટનાક્રમ રજૂ કર્યો છે.
કોરોના વાઇરસ કુદરતી નથી તેને એક લેબોરેટરીમાં બનાવવામાં આવ્યો છે. એમ કહેવું વધુ પડતું નહીં હોય કે આ એક ષડયંત્ર હતું. આ વાઇરસ બનાવવા માટે એવો તર્ક લગાવવામાં આવ્યો હતો કે એવો કોઈ વાઇરસ(બીમારી) બનાવવામાં આવે કે જે લોકોને ડરાવી દે પરંતુ તેનાથી વધુ લોકોના મોત ન થાય. હારૂનના મતે આ રોગચાળો કુદરતી નથી. હકીકતમાં, તે વાઇરસ પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યો હતો. 2006માં યુ.એસની કંપની કેરોને અમેરિકન સરકાર પાસેથી તેની પેટન્ટ મેળવી છે. જેનો પેટન્ટ નંબર US2006257952 હતો. ત્યારબાદ 2014માં યુરોપે પેટન્ટ નંબર EP3172319B1 હેઠળ રસી ઉત્પાદન માટેના તેના અધિકાર મેળવવા માટે બોલી લગાવી હતી. પેટન્ટની માન્યતા સામાન્ય રીતે થોડા વર્ષોમાં આપી દેવામાં આવે છે પરંતુ આ પેટન્ટ નવેમ્બર 2019 સુધી નહોતી મંજુર કરવામાં આવી. તેમના જણાવ્યા અનુસાર ઇઝરાયેલે આ રસી તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ વાયરસનો મુખ્ય હેતુ ભય અને ગભરાટ ફેલાવવાનો હતો અને સૌથી અગત્યનો એ કે, ચીનમાં તેને વાયરલ કરવામાં આવે જેથી કરીને તેને વૈશ્વિક શક્તિ બનતું રોકી શકાય. ચીન યુ.એસ.ની સર્વોપરિતા માટે એક પડકારરૂપ છે અને યુ.એસ. તેનો વિકાસ ઇચ્છતું નહોતું. તેમને આ અંગે વધુ ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે, કોરોના વાઈરસ યુકેમાં રજીસ્ટર થયેલ પ્રયોગશાળામાં તૈયાર કરાયો હતો અને તે એર કેનેડા દ્વારા ચીનની વુહાન પ્રયોગશાળામાં નિકાસ કરવામાં આવ્યો હતો. અહીં એ ઉલ્લેખ કરવો પણ યોગ્ય છે કે ચીને અગાઉ તે 5 અમેરિકનો પર કોરોનાવાયરસના ફેલાવાને દોષી ઠેરવ્યા હતા. જેઓ 2019 લશ્કરી વર્લ્ડ ગેમ્સ માટે વુહાન આવ્યા હતા અને તેમની સાથે વાયરસને કથિત રીતે લવાયો હતો. વાઈરસની તૈયારી માટે નાણાકીય સહાય વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા નિયંત્રિત કરવામાં આવી હતી. પીરબ્રાઈટ સંસ્થાને વાઈરસની પ્રથમ બેચ ઉત્પન્ન કરવાની મંજૂરી આપી હતી. યુ.એસ.ની જોહન્સ હોપકિન્સ હોસ્પિટલ અને બ્લૂમબર્ગ સ્કૂલ પબ્લિક હેલ્થે વાઈરસને વુહાનમાં નિકાસ કરવાની તૈયારી કરી હતી. જો કે તેમના આ દાવા અંગે અનેક સવાલો થાય તે સ્વાભાવિક છે પરંતુ તેના જવાબો પણ હાલ મળી શકે તેમ નથી, ત્યારે હારૂનના દાવાનું તથ્ય વિશ્વ આ મહામારીમાંથી બહાર આવશે ત્યારે જ ખબર પડશે.
https://youtu.be/zsbLLO6dMqY
ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !
એસી ચેમ્બરમાં બેઠા બેઠા અધિકારીઓ પોલીસ કર્મચારીઓને તડકે કડક ચેકિંગના આદેશ કરે છે !