ફેસ ઓફ નેશન, 09-04-2020 : લોકડાઉન દરમ્યાન જામનગરમાં એક વ્યક્તિ ડુપ્લીકેટ પોલીસ બનીને રોફ મારી રહ્યો હતો. જો કે જેની સામે રોફ મારી રહ્યો હતો તે અસલી પોલીસ હતી અને તપાસ દરમ્યાન આ વ્યક્તિ નકલી પોલીસ હોવાનું જણાતા તેની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર બી ડિવિઝન ગુલાબનગર પોલીસ ચોકી નજીકથી પોલીસ લખેલી કાર નીકળતા ચેકિંગમાં રહેલી પોલીસે તેને અટકાવી હતી, ત્યારબાદ કારમાં બેઠેલા વ્યક્તિએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને પોતાનો રોફ મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તપાસમાં અને પૂછપરછ દરમ્યાન આ વ્યક્તિ નકલી પોલીસ હોવાનું ખુલતા અસલી પોલીસે તેની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. લોકડાઉનના ચેકીંગ દરમ્યાન ઉપસ્થિત ASP સફિન હસન અને પોલીસ સ્ટાફ દ્વારા આ ગાડીને રોકવામાં આવી હતી.
એસી ચેમ્બરમાં બેઠા બેઠા અધિકારીઓ પોલીસ કર્મચારીઓને તડકે કડક ચેકિંગના આદેશ કરે છે !
ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !