Home News નરોડામાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીનો કેસ પકડાયો, લોકડાઉનમાં કડક કાર્યવાહીનો આદેશ : રાજ્યપોલીસ...

નરોડામાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીનો કેસ પકડાયો, લોકડાઉનમાં કડક કાર્યવાહીનો આદેશ : રાજ્યપોલીસ વડા

ફેસ ઓફ નેશન, 09-04-2020 : લોકડાઉનના પગલે પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય પોલીસવડાએ આ અંગે વાત કરતા જણાવ્યું છે કે, એસઓજી અને ક્રાઇમબ્રાંચને સઘન પેટ્રોલિંગ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને લોકડાઉનનો કડક અમલ થાય તે અંગે જરૂરી પેટ્રોલિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. લોકો જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓના કારણો બતાવીને દુરુપયોગ કરી રહ્યા છે. નરોડામાં ઇકો ગાડી એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનો કેસ સામે આવ્યો છે. આ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવી અને ડ્રોન મારફતે લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. લોકડાઉનનો ભંગ કરનાર સામે કોઈની પણ શેહ શરમ રાખ્યા વિના ગુના નોંધવામાં આવી રહ્યા છે.

ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !

પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રીનો દાવો : કોરોનાની રચના યુરોપ અને યુકેમાં USAની દેખરેખ હેઠળ થઈ, Video