Home News અમદાવાદ : જેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તે સારવાર માટે ઇન્કાર...

અમદાવાદ : જેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તે સારવાર માટે ઇન્કાર કરી રહ્યા છે

ફેસ ઓફ નેશન, 09-04-2020 : અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ ટ્વીટ મારફતે જણાવ્યું છે કે, અમદાવાદમાં જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેવા કેટલાક લોકો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા માટે ઇન્કાર કરી રહ્યા છે આવા લોકો સામે જરૂરી બળ વાપરવાનો અમે આદેશ આપ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારને સાથ સહકાર ન આપે તે ઘણી ગંભીર બાબત છે. સરકારે આ મામલે કડકાઈ દાખવવી જરૂરી બની છે સાથે જ જરૂર પડે ત્યાં ગુનો દાખલ કરવાની પણ જરૂરિયાત ઉભી થઈ છે. અમદાવાદમાં આજે એક જ રાતમાં 50 કેસો નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે. સૌથી વધુ કેસ મુસ્લિમ કમ્યુનિટી ધરાવતા વિસ્તારોમાં જોવા મળ્યા છે. જો કે કમિશનર વિજય નહેરની આ ટ્વીટ ઘણી ગંભીર છે કે લોકો સારવાર માટે આનાકાની કરી રહ્યા છે અને તંત્રને સહયોગ પૂરો પાડી રહ્યા નથી.

ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !

Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે