ફેસ ઓફ નેશન, 09-04-2020 : કોરોનાના કારણે અમેરિકાની હાલત દિવસે દિવસે બગડતી જઈ રહી છે. 1982 બાદ પ્રથમવાર કોરોના વાઇરસના કારણે 6.6 મિલિયન જેટલા લોકોએ બેરોજગારીના દાવા નોંધાવ્યા છે. 21 માર્ચના રોજ પૂરા થતાં અઠવાડિયામાં 3.3 મિલિયન લોકોએ બેરોજગારીના નવા દાવાઓ દાખલ કર્યા, જેણે અગાઉના 1982ના રેકોર્ડને સરળતાથી તોડી નાખ્યા છે. ગયા અઠવાડિયે, આશ્ચર્યજનક રીતે આ આંકડો બમણો થયો હતો, કારણ કે 6.6 મિલિયન લોકો દ્વારા 28 માર્ચના રોજ પૂરા થતાં સપ્તાહ માટે જે દાવાઓ દાખલ કરવામાં આવ્યા હતા તે આંકડા નવા પ્રકાશનમાં 6.9 મિલિયન સુધારેલા હતા. ગુરુવારનો આંકડો વિશ્લેષકોના મતે ખુબ જ વધુ હતો, જે 4.5 મિલિયનથી સાત મિલિયન સુધીનો છે. અમેરિકાના અર્થતંત્ર ઉપર પણ તેની અસર જોવા મળશે.
ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !
એસી ચેમ્બરમાં બેઠા બેઠા અધિકારીઓ પોલીસ કર્મચારીઓને તડકે કડક ચેકિંગના આદેશ કરે છે !