Home News 259માંથી 2 દર્દીઓ વેન્ટીલેટર ઉપર, 257ની તબિયત સુધારા ઉપર, હજુ કેસો વધે...

259માંથી 2 દર્દીઓ વેન્ટીલેટર ઉપર, 257ની તબિયત સુધારા ઉપર, હજુ કેસો વધે તેવી સંભાવના

ફેસ ઓફ નેશન, 10-04-2020 : ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું છે કે, ગઈકાલ સાંજથી અત્યાર સુધી કોરોનાના કુલ 46 કેસ નવા નોંધાયા છે. અને અનેક લોકોને કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરોનાને લઈને કોઈએ ગભરાવવાની જરૂર નથી. કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા વધે તેવી સંભાવના છે. અમદાવાદમાં કુલ 11 નવા કેસ નોંધાયા છે જયારે વડોદરામાં 17 નવા કેસ નોંધાયા છે. અમદાવાદના 40 વર્ષીય પુરુષનું અને ગાંધીનગરના 81 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું છે.ગુજરાતમાં અત્યાર સુધી 308 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં 259 જેટલા લોકો સારવાર હેઠળ છે અને 2 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે અને 257 લોકોની હાલત સ્થિર છે. જેઓ જલ્દીથી સજા થઈ જશે તેવી શક્યતા છે.

ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !

Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે