Exclusive ફેસ ઓફ નેશન, 10-04-2020 : ડો.જીવરાજ મહેતા હોસ્પિટલમાં તાજેતરમાં જ એક કેસ કોરોના પોઝિટિવ આવતા તમામ ડોક્ટર સહિતના સ્ટાફને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા પરંતુ કોરોના ગ્રસ્ત દર્દી સાથે રહેલા અન્ય દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા ન હતા અને રજા આપી દેવામાં આવી હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. જો કે રજા આપેલા દર્દીઓને હોમ ક્વોરેન્ટાઇન રહેવા જણાવવામાં આવ્યું છે કે કેમ તે પણ એક સવાલ છે. આ અંગે ફેસ ઓફ નેશનને મળેલી માહિતી પ્રમાણે સોલા પારસનગરમાં રહેતા એક વ્યક્તિને ડો.જીવરાજ મહેતા હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને લઈને જીવરાજ મહેતા હોસ્પિટલના ડોક્ટર સહિતના તમામ સ્ટાફને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. અહીં સવાલ એ થાય છે કે, કોરોના પોઝિટિવ દર્દી સાથે અન્ય દર્દીઓ પણ સારવાર હેઠળ હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, 28 બેડ આઇસીયુ વોર્ડમાં છે અને આ તમામ બેડ તે સમયે દર્દીઓથી ભરેલા હતા. બીજી તરફ જે વ્યક્તિને કોરોના પોઝિટિવ નોંધાયો તે વ્યક્તિને ડાયાલિસીસી માટે લઈ જવામાં આવ્યા હતા તે સમયે પણ ત્યાં 11 જેટલા દર્દીઓ હતા. તેમ છતાં આ તમામ દર્દીઓ અંગેની વિગતો છુપાવવામાં આવી હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. હોસ્પિટલે વિગતો છુપાવતા આ અંગે મોટી બેદરકારી સામે આવી છે. કોરોના પોઝિટિવ દર્દી સાથે દાખલ લોકોને રજા આપી દેવામાં આવતા ડો.જીવરાજ મહેતા હોસ્પિટલ તંત્રની મોટી બેદરકારી સામે આવી છે, ત્યારે આ અંગે તંત્રએ યોગ્ય તપાસ કરવી જરૂરી બની ગઈ છે, અને જો દર્દીઓને રજા આપી દેવામાં આવી હોય તો તેવા લોકોને શોધીને તેમને ક્વોરેન્ટાઇન અને રિપોર્ટ કઢાવવા અંગેની જરૂરી કાર્યવાહી કોર્પોરેશને હાથ ધરવી જરૂરી બની રહે છે.
ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !
Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે