Home News અમદાવાદ : કરિયાણું અને શાકભાજી લેવા નીકળેલા પતિ-પત્નીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી...

અમદાવાદ : કરિયાણું અને શાકભાજી લેવા નીકળેલા પતિ-પત્નીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી લીધી

ફેસ ઓફ નેશન, 10-04-2020 : અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે કરિયાણું અને શાકભાજી લેવા નીકળેલા પતિ પત્ની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી લીધી હતી. શહેરના સિંધુભવન રોડ ઉપર આવેલા હ્યુન્ડાઇ શો-રૂમ નજીકથી ગઈકાલે સાંજે બે લોકો ચાલતા જઈ રહ્યા હતા. પેટ્રોલિંગમાં રહેલી વસ્ત્રાપુર પોલીસની ટીમે તેમને અટકાવી પૂછપરછ કરતા આ બંને લોકો પતિ પત્ની હોવાના અને શાકભાજી તથા કરિયાણું લેવા નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. લોકડાઉનનું કડક પાલન કરાવવા પોલીસને આદેશ આપવામાં આવ્યા છે, સાથે જ કોઈ પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે એક જ વ્યક્તિને આવવા-જવાની પરવાનગી અપાઈ છે જેને લઈને પોલીસે આ બંને પતિ પત્નીની ધરપકડ કરીને ગુનો નોંધ્યો હતો. લોકડાઉનનું પાલન નહીં કરવાનો અને પોલીસ કમિશનરના આદેશનો ભંગ કરવા બદલ કલમ 188 હેઠળ આ બંને પતિ પત્નીની ધરપકડ કરી જામીન ઉપર મુક્ત કર્યા હતા. એવા કેટલાય લોકો હશે કે, જે પોલીસ સ્ટેશનના પગથિયાં પણ ન ચડ્યા હોય પરંતુ લોકડાઉનના ભંગના આરોપમાં પોલીસ સ્ટેશને જવાનો વારો આવ્યો છે. ગઈ કાલે પણ વાડજ પોલીસે ધાબા ઉપર બેઠેલા પિતા પુત્ર સહિતના ટોળાની ડ્રોન મારફતે ઝડપી પાડ્યા હતા.

ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !

Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે