ફેસ ઓફ નેશન, 10-04-2020 : ગાંધીનગરના ઉવારસદ ગામમાં આવેલા મંદિરમાં પૂજારી તરીકે સેવા આપનાર પ્રવીણભાઈ રાવલના પુત્રનું મુંબઈ ખાતે અવસાન થયું હતું. જો કે, તેમના અથાગ પ્રયાસ છતાં મૃતદેહને ગુજરાતમાં લાવવાની મંજૂરી મળી ન હતી. મૃતકને લઈને એમ્બ્યુલન્સમાં આવી રહેલા પરિવારને ભીલાડ ચેક પોસ્ટ ઉપર ગુજરાતમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. અથાગ પ્રયત્નો કરવા છતાં હાલની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ ઉચ્ચ અધિકારીઓએ એમ્બ્યુલન્સને ભીલાડ ચેક પોસ્ટ પર ગુજરાતમાં પ્રવેશતા અટકાવી હતી અને બપોરથી ચેક પોસ્ટ ઉપર ઉભેલી એમ્બ્યુલન્સને મોડી સાંજે મહારાષ્ટ્ર બોર્ડર પરત મોકલી દેવામાં આવી હતી. મહારાષ્ટ્ર બોર્ડરથી પણ તેઓને પરત મહારાષ્ટ્રમાં પ્રવેશ આપવા માટે ઇન્કાર કરવામાં આવ્યો હતો. જેને લઈને ઉવારસદ ભાજપના આશિક પટેલે અમરેઇવાડીના ભાજપના કાર્યકર મિત્રનો સંપર્ક કરીને મદદ માંગી હતી. જેને લઈને ડો.નીલમ પટેલે આ અંગે વટવા પ્રભારી શ્રી ભરતભાઈ (લાલભાઈ) પટેલ ને જાણ કરી હતી અને તેઓએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને વાત કર્યા બાદ સમગ્ર બાબતે નીલમ પટેલને વાત કરવા જણાવ્યું હતું. નીલમ પટેલે ગૃહ મંત્રી સાથે વાત કરતા 9 મિનિટમાં જ તમામ સૂચનાઓ ઉચ્ચ અધિકારીઓને આપી દેવામાં આવતા એમ્બ્યુલન્સને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !
Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે