Home Religion પાટીદારોના કુળદેવી માં ઉમિયાની સૌ પ્રથમ અદભુત સ્તુતિની રચના કરવામાં આવી

પાટીદારોના કુળદેવી માં ઉમિયાની સૌ પ્રથમ અદભુત સ્તુતિની રચના કરવામાં આવી

Face Of Nation, Ahmedabad : પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાની સ્તુતિની સૌ પ્રથવાર રચના કરવામાં આવી છે. આ સ્તુતિ અદભુત અને અવર્ણીય છે. આ સ્તુતિ જીટીપીએલના સિનિયર પત્રકાર અને લેખક શ્રી જ્યોતી પટેલ દ્વારા લખવામાં આવી છે. જ્યોતિ પટેલ, ધીરજ પટેલ, ધવલ પટેલ (ફેસ ઓફ નેશન ગ્રુપ) અને તૃષા પટેલ દ્વારા પ્રાયોજિત સ્તુતિને હિના પટેલ અને હીનીતા પટેલે સ્વર આપ્યો છે તથા તેમની ટીમે સંગીતની રચના કરી છે. આ સ્તુતિનું સવાર સાંજ પઠન કરવાથી માં ઉમિયાની અસીમ કૃપા સતત, નિરંતર અને અવિરત પણે ભક્તો ઉપર વર્ષે છે. માં ઉમિયાની આ સ્તુતિનું સૌ પ્રથમવાર સર્જન કરવામાં આવ્યું છે જેમાં દેવાધિદેવ પ્રભુ શિવના અર્ધાંગિની અને માં કુળદેવી ઉમિયાના પ્રાગટ્યથી લઈને વિવિધ લીલા દર્શાવવામાં આવી છે. આ સ્તુતિના લેખક જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, આ સ્તુતિ સાંભળવા માત્રથી માં ઉમિયા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરશે તથા રોગ-શોક-ભય-પીડા અને આધિ વ્યાધિ ઉપાધિ અને તમામ પ્રકારના વિઘ્નોમાંથી મુક્તિ આપાવશે. આ સ્તુતિની રચના પવિત્ર શ્રાવણ માસની સોમવતી અમાસ અને સૂર્યગ્રહણ સમયે અલૌકિક રીતે કરવામાં આવી છે.