ફેસ ઓફ નેશન, 10-04-2020 : અમદાવાદના જુહાપુરામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસ ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો છે. પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન આ ઘટના બની હતી. જેમાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયા છે. કેટલાક તોફાની તત્વોને પોલીસે ઝડપી લેવાની માહિતી મળી છે. એક ટોળા દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. જુહાપુરાના અલમદીના પાર્ક, મસ્જિદ નજીક આ ઘટના બની હતી. જેને લઈને સમગ્ર પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો. આ પથ્થરમારામાં પોલીસની ગાડીનો કાચ પણ તૂટી ગયો હતો. આ હુમલામાં મહિલાઓ પણ સામેલ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. હુમલો કરનારાઓએ ઈંટો અને પથ્થરો વડે પોલીસ ઉપર હુમલો કર્યો હતો.
ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !
Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે