ફેસ ઓફ નેશન, 11-04-2020 : સેવાના નામે કેટલાક લોકોને ટહેલવાનું બહાનું મળી ગયું છે. લોકડાઉનમાં ગરીબોની સેવાના નામે લોકો બહાર નીકળી પડે છે. કેટલાક તો ચાર પાંચ બિસ્કિટના પેકેટ લઈ સેવાના નામે નીકળે છે. જો કે અમરેલી પોલીસે આવા વ્યક્તિની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે. અમરેલી સિટી વિસ્તારમાં બોલેરો વાહનમાં આઠ માણસો નીકળ્યા હતા. આ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું. સાથે જ આ લોકો માસ્ક-સેનિટાઈઝર વિના નીકળી પડ્યા હતા. જેથી પોલીસે તમામની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. આઠ જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે દાખલો બેસાડ્યો છે.
Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે
Thank You Gujarat Police : લોકડાઉન પછી શું કરશે પોલીસ જવાનો, આ વિડીયો જુઓ અને શેર કરો