Home News “બહારની વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં” બોર્ડ મારનારી સોસાયટીના ગેટ ખુલ્લા !

“બહારની વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં” બોર્ડ મારનારી સોસાયટીના ગેટ ખુલ્લા !

ફેસ ઓફ નેશન, 11-04-2020 : અમદાવાદની કેટલીક સોસાયટીઓ એવી છે જ્યાં લોકડાઉનનું પાલન કરાવતું નથી. અમદાવાદના ચાંદલોડિયાની એક સોસાયટીમાં આવું જ કંઈક જોવા મળ્યું. ચાંદલોડિયાની ઘનશ્યામ પાર્કમાં સોસાયટીના ગેટ ખુલ્લા રાખી દેવામાં આવ્યા છે. ગેટ ઉપર બોર્ડ મારેલું છે કે, બહારની વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં પરંતુ ગેટ ખુલ્લા હોવાથી ગમે તે વ્યક્તિ બિન્દાસ્ત આવ જ કરી શકે છે. ચાંદલોડિયા બ્રિજના છેડે આવેલા આ કોમ્પ્લેક્સમાં બેદરકારી સામે આવી છે.
હાલ શહેરમાં મોટાભાગની તમામ સોસાયટીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. લોકો સ્વેચ્છાએ લોકડાઉનના નિયમોનું પાલન કરાવવા આગળ આવી રહ્યા છે. ચેરમેન/સેક્રેટરીઓની જવાબદારી બને છે કે સોસાયટીમાં તેનું પાલન કરાવવામાં આવે. જો કે ચાંદલોડિયાની આ સોસાયટીમાં ચેરમેન/સેક્રેટરીની બેદરકારી સામે આવી છે. પોલીસે આ મામલે કડકાઈ દાખવવાની અત્યંત જરૂરી છે. જો આમ જ ચાલશે તો કેવી રીતે કોરોના ફેલાતો અટકાવી શકાશે ? તંત્રની સાથે લોકોએ પણ સહકાર આપવો પડશે. પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે.

Thank You Gujarat Police : લોકડાઉન પછી શું કરશે પોલીસ જવાનો, આ વિડીયો જુઓ અને શેર કરો

અમદાવાદ : ચાંદલોડિયાના આલ્ફા કોમ્પ્લેક્સમાંથી નમાઝ અદા કરતા 6ની ધરપકડ