ફેસ ઓફ નેશન, 12-04-2020 : લોકડાઉનને લઈને આગામી જાહેરાત અંગે સૌ કોઈને આતુરતા છે. નરેન્દ્ર મોદી આ અંગે હવે નવી શું જાહેરાત કરશે તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. જો કે લોકડાઉન વધવાનું નક્કી જ છે. તેમ છતાં મોદીને સાંભળવા લોકો આતુર રહે છે. રવિવારે બપોરે 12 વાગે નરેન્દ્ર મોદી દેશને સંબોધશે. આ અફવા ઉડતા મોટાભાગના લોકો ટીવી સામે ગોઠવાઈ ગયા હતા.
કોરોનાને લઈને લોકડાઉન સંદર્ભે સરકારની આગામી જાહેરાત ઉપર સૌ કોઈની નજર છે. લોકો ઘરમાં કેદ થયા છે અને જનજીવન બંધ પડી ગયું છે. એવામાં સોશિયલ સાઇટ્સ ઉપર અફવા ફેલાવનારા તત્વો પણ વધી ગયા છે. રવિવારે મોદી 12 વાગે દેશને સંબોધશે તેવી અફવા કોઈએ ફેલાઈ હતી. જેને લઈને ગુજરાતમાં મોટાભાગના લોકો ટીવી સામે ગોઠવાઈ ગયા હતા. અને મોદી લાઈવ આવે તેની રાહ જોઈને બેઠા હતા. જો કે લાઈવ ન આવતા લોકોએ આ અફવા હોવાનું માનીને કંટાળીને ટીવી બંધ કર્યું હતું. અને ગરમીમાં ઘરની ઠંડકે નિંદર માણી લીધી હતી. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો કે વિડિયો મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
અમદાવાદ : ચાંદલોડિયાના આલ્ફા કોમ્પ્લેક્સમાંથી નમાઝ અદા કરતા 6ની ધરપકડ