Home News AMCનું જાહેરનામું : હવે માસ્ક પહેર્યા વિના બહાર નીકળ્યા તો 5000નો દંડ

AMCનું જાહેરનામું : હવે માસ્ક પહેર્યા વિના બહાર નીકળ્યા તો 5000નો દંડ

ફેસ ઓફ નેશન, 12-04-2020 : આજે અમદાવાદ મ્યુ.કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, માસ્ક વિના બહાર નીકળતા લોકોને 5000નો દંડ કરવામાં આવશે. દંડ નહીં ભરનાર સામે ગુનો નોંધવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ.5000નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને 3 વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે. જો કે માસ્કમાં રૂમાલ અને મહિલાઓને દુપટ્ટો હશે તો પણ ચાલશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો કે વિડિયો મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદમાં આજે નવા 31 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા, કુલ 54

લોકડાઉન લંબાશે, જરૂર પડે ત્યાં કર્ફ્યુ નંખાશે : મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત