ફેસ ઓફ નેશન, 13-04-2020 : લોકડાઉનના પાલન મામલે પોલીસ હવે કાયદેસર કાર્યવાહી કરી રહી છે. જે લોકો નિયમોનો ભંગ કરે છે, તેમને કાયદાના પાઠ ભણાવાઈ રહ્યા છે. ઘાટલોડિયા પોલીસે બાળકોને રમવા મોકલી દેતા માતાપિતા સામે ગુનો નોંધ્યો છે. બીજી બાજુ વસ્ત્રાપુર પોલીસે પણ ધાબા ઉપર રમતા બાળકો સામે ગુનો નોંધ્યો છે.
ઘાટલોડિયાના આસોપાલવ, આશીર્વાદ અને અમી એપાર્ટમેન્ટના રમી રહેલા બાળકોના પિતા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આસોપાલવ ફ્લેટ નજીક ખુલ્લા પ્લોટમાં 7 બાળકો રમી રહ્યા હતા. પોલીસે ડ્રોન મારફતે ચેક કરતા આ 7 બાળકોનું ટોળું દેખાયું હતું. જેથી પોલીસે સ્થળ ઉપર જઈ તેમની પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં બાળકોએ જણાવ્યું હતું કે, માતાપિતાએ રમવા મોકલ્યા છે. જેથી પોલીસે આ તમામ બાળકોના માતા-પિતા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. જેમાં વિક્રમસિંહ, પુરેશભાઈ, દિલીપભાઈ, કલ્પેશભાઈ, સુરેશભાઈ, ભેરૂભાઇનો સમાવેશ થાય છે.
વસ્ત્રાપુરના મધુવૃંદ એપાર્ટમેન્ટમાં 8 સગીર અને સગીરાઓ ધાબા પર જોવા મળતા વસ્ત્રાપુર પોલીસે તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે મધુવૃંદ એપાર્ટમેન્ટના ધાબા પર ડ્રોનની મદદથી જોતાં 8 લોકો ટોળું વળી ઉભા હતા. પોલીસે ફ્લેટમાં જઈ પૂછપરછ કરતા 15થી 17 વર્ષના 8 સગીર અને સગીરાઓ મળી આવી હતી. તેમની સામે પોલીસે કડક કાર્યવાહી કરી તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
લોકડાઉન લંબાશે, જરૂર પડે ત્યાં કર્ફ્યુ નંખાશે : મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત
કોરોના : કોઈ લક્ષણ દેખાતા ન હોવા છતાં કાલુપુર પોલીસ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ