ફેસ ઓફ નેશન, 13-04-2020 : કોરોના અંગે ગુજરાત રાજ્યની માહિતી આરોગ્ય અગ્ર સચિવે આપી હતી. ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગઈ રાતથી અત્યાર સુધીના કુલ કેસ 22 નોંધાયા છે. અમદાવાદમાં 13, બનાસકાંઠામાં 2, આણંદમાં 1, વડોદરામાં 1 કેસ અને સુરતમાં 5 કેસ નોંધાયા છે. અત્યાર સુધી 4 જેટલા લોકો વેન્ટિલેટર હેઠળ સારવાર લઇ રહ્યા છે. 461 લોકો હાલ સારવાર હેઠળ છે. 47 લોકો સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.
કોરોનાને કારણે 76 વર્ષના વૃદ્ધનુ અમદાવાદમાં અને 27 વર્ષના વ્યક્તિનું વડોદરામાં મૃત્યુ થયું છે. કુલ 538 દર્દીઓ નોંધાયા છે. આ બંને દર્દીઓ અન્ય બીમારીઓથી પણ પીડાતા હતા. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
લોકડાઉન લંબાશે, જરૂર પડે ત્યાં કર્ફ્યુ નંખાશે : મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત
કોરોના : કોઈ લક્ષણ દેખાતા ન હોવા છતાં કાલુપુર પોલીસ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ