ફેસ ઓફ નેશન, 13-04-2020 : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે સીટી વિસ્તારોની મુલાકાત લીધી છે. તેમની સાથે રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝા, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જાડેજાએ પોલીસને લોકડાઉન સંદર્ભે જરૂરી સૂચના આપી હતી. સાથે જ અમદાવાદ મ્યુ.કમિશનર વિજય નહેરા પાસેથી જરૂરી માહિતી મેળવી હતી.
અમદાવાદના સીટી વિસ્તારોમાં કોરોનાના કેસો વધ્યા છે. જેને લઈને આજે કેવી વ્યવસ્થા છે તે અંગેની જાણકારી માટે પ્રદીપસિંહ જાડેજાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે કોરોના ચોકી ખાતે ફરજ બજાવતા આરોગ્યના અધિકારીઓ સાથે પણ વાતચિત કરી હતી. સાથે જ તેમણે પોલીસ વિભાગને જરૂરી સૂચનો આપ્યા હતા. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
રાજકોટ : માસ્ક વિના નીકળનારાઓને દંડ શરૂ, અનેક લોકોને 1 હજારનો દંડ