Home Uncategorized મીડિયા કવરેજ ઉપર પ્રતિબંધ લગાવવાની મુસ્લિમ સંગઠનની માંગ સુપ્રીમે ફગાવી

મીડિયા કવરેજ ઉપર પ્રતિબંધ લગાવવાની મુસ્લિમ સંગઠનની માંગ સુપ્રીમે ફગાવી

ફેસ ઓફ નેશન, 13-04-2020 : દિલ્હીના નિઝામુદ્દીન મરકજ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં મીડિયા કવરેજ ઉપર પ્રતિબંધ લગાવવા માંગ કરવામાં આવી છે. મીડિયા દ્વારા પ્રકાશિત થતા મરકજના સમાચારો ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. જે માંગ ઉપર આદેશ આપવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. આજે થયેલી સુનાવણીમાં સુપ્રીમે જણાવ્યું છે કે, આ અરજી મામલે હવે બે અઠવાડિયા પછી સુનાવણી થશે.

ફેક ન્યુઝ રોકવા અને મીડિયા કવરેજ માટે વચગાળાના આદેશ આપવાનો સુપ્રીમે ઇન્કાર કરી દીધો છે. આ માંગ જમિયતે-ઉલેમા-એ-હિંદ દ્વારા કરવામાં આવી છે. આ સંગઠને કેટલીક માંગોને લઈને સુપ્રીમ સમક્ષ અરજી દાખલ કરી છે. જો કે હવે તેની સુનાવણી બે અઠવાડિયા પછી યોજાશે.

(સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

આવતીકાલે નરેન્દ્ર મોદી દેશને સવારે 10 વાગે સંબોધશે, લોકડાઉનના 21 દિવસ થશે પુરા

રાજકોટ : એપાર્ટમેન્ટમાં પોલીસ ઘુસી અને જુઓ લોકો કેવા ભાગ્યા, Video