Home News ફેક્ટરીમાંથી કોરોનાનો ચેપ લાગતા બોપલના યુવકને સારવાર હેઠળ ખસેડાયો

ફેક્ટરીમાંથી કોરોનાનો ચેપ લાગતા બોપલના યુવકને સારવાર હેઠળ ખસેડાયો

ફેસ ઓફ નેશન, 13-04-2020 : અમદાવાદમાં બોપલના એક યુવકને કોરોના પોઝિટિવ આવતા ક્રિષ્ના કોમ્પ્લેક્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે. આ યુવકને રામોલની ફેક્ટરીમાંથી ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે.
કમિશનર વિજય નહેરાએ કોરોનાની સિટી અપડેટ આપતા જણાવ્યું કે, છેલ્લા 15 કલાકમાં 12 જેટલા નવા કેસ નોંધાયા છે આ સાથે જ અમદાવાદમાં કુલ 291 પોઝિટિવ કેસ થયા છે. જેમાં સૌથી વધુ 131 કેસ મધ્ય ઝોનમાં અને 78 કેસ દક્ષિણ ઝોનમાં નોંધાયા છે. શહેરમાં કુલ 13 લોકોના મોત નીપજ્યાં છે.
અમદાવાદમાં 1908 હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. 427 લોકોને કોર્પોરેશનની સુવિધા હેઠળ ક્વોરન્ટીનમાં છે. આમ શહેરમાં કુલ 2335 લોકો ક્વૉરન્ટીનમાં છે. આજે વહેલી સવારથી માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેને લઈને 99 ટકા અમદાવાદીઓ માસ્ક અને મોઢે કપડું લગાવ્યું છે. આ માટે શહેરમાં 96 જેટલી ટીમો છે. સવારથી અત્યાર સુધીમાં માત્ર 21 લોકો જ માસ્ક વગર દંડવામાં આવ્યા છે. બધાને 1 હજારનો દંડ કરવામાં આવ્યો છે.(સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

રાજકોટ : માસ્ક વિના નીકળનારાઓને દંડ શરૂ, અનેક લોકોને 1 હજારનો દંડ

રાજકોટ : એપાર્ટમેન્ટમાં પોલીસ ઘુસી અને જુઓ લોકો કેવા ભાગ્યા, Video