ફેસ ઓફ નેશન, 13-04-2020 : કોરોના મામલે ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવે સવારથી અત્યાર સુધીની માહિતી આપી હતી. ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ નવા 34 કેસ નોંધાયા છે. ભરૂચમાં 3, વડોદરામાં 5 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે. અમદાવાદમાં નરોડા અને ઓઢવ વિસ્તારમાં એક કેસ નોંધાયો છે. બોપલમાં પણ એક કેસ નોંધાયો છે. બાકીના કેસો હોટસ્પોટ વિસ્તારોના છે.
અત્યાર સુધી કુલ પોઝિટિવ દર્દીઓ 572 છે. 8 જેટલા લોકો વેન્ટિલેટર ઉપર છે. 484 જેટલા લોકો સારવાર હેઠળ છે. 7 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ગઈ રાતથી આજે સવાર સુધી સુધીના કુલ કેસ 22 નોંધાયા હતા. અમદાવાદમાં 13, બનાસકાંઠામાં 2, આણંદમાં 1, વડોદરામાં 1 કેસ અને સુરતમાં 5 કેસ નોંધાયા હતા. 4 જેટલા લોકો વેન્ટિલેટર હેઠળ સારવાર લઇ રહ્યા હતા.
કોરોનાને કારણે 76 વર્ષના વૃદ્ધનુ અમદાવાદમાં અને 27 વર્ષના વ્યક્તિનું વડોદરામાં મૃત્યુ થયું છે. કુલ 538 દર્દીઓ નોંધાયા છે. આ બંને દર્દીઓ અન્ય બીમારીઓથી પણ પીડાતા હતા. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
રાજકોટ : એપાર્ટમેન્ટમાં પોલીસ ઘુસી અને જુઓ લોકો કેવા ભાગ્યા, Video